________________
સા
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪
અને જેવા સ્વરૂપવાળા આશ્રવા એટલે કમૅને ગ્રહણ કરવાના હેતુ કહેલા છે, તેટલા જ એટલે સંખ્યાના ન્યૂનાધિકપણાથી રહિત તેટલા પરિમાણુવાળા અને તેવા જ સ્વરૂપવાળા પરિશ્રવા એટલે કર્મના ક્ષય કરવાના ઉપાયો કહેલા છે. તેથી જે આશ્રવા છે, તે જ સંવરપણે સિદ્ધ થાય છે, માટે ઉપર કહેલા હેતુ નિયમને સ્પર્શ કરનારા
નથી. ૧૩૮.
કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે.-~~
तस्मादनियतं रूपं बाह्यहेतुषु सर्वथा ।
1
नियतौ भाववैचित्र्यादात्मैवाश्रवसंवरौ ॥ १३९ ॥ ભૂલાથે—તેથી કરીને બાહ્યહેતુઓને વિષે સર્વથા અનિયતપણું છે, અને ભાવના વિચિત્રપણાને લીધે આત્મા જ આશ્રવ અને સંવરરૂપ નિશ્ચે છે. ૧૩૯.
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વે કહેલી રીતે હિંસા, દયા વિગેરે બાહ્ય હેતુઓને વિષે સર્વથા અનિયત એટલે સંખ્યા અને સ્વરૂપના નિશ્ચય રહિત આશ્રવ અને સંવરનું કારણ છે. એટલે પરસ્પર એકબીજા રૂપે થવાનો સંભવ હાવાથી તે અનિયત છે, તથા ભાવની વિચિત્રતાને લીધે એટલે શુભાશુભ પરિણામ વિવિધ પ્રકારના થતા હેાવાથી આત્માજ આશ્રવ અને સંવરરૂપ નિયત છે-નિશ્ચે છે. એટલે બંને તુલ્ય સંખ્યાવાળા છે. ભાવાર્થ એ છે કે હિંસાદિક કરવાપણે અધ્યવસાય કર્યાં છતાં તે આવરૂપ થાય છે, અને તેને તજવાપણે અધ્યવસાય કરવાથી તે જ સંવરરૂપ થાય છે. ૧૩૯
વિષય સેવા વિગેરે અજ્ઞાનાનુબંધી આશ્રવ છે, તે કહે છે. अज्ञानाद्विषयासको बध्यते विषयैस्तु न ।
ज्ञानाद्विमुच्यते चात्मा न तु शास्त्रादिपुद्गलात् ॥ १४० ॥ મૂલાથે—આત્મા અજ્ઞાનથી વિષયમાં આસક્ત થયા છતા કર્મવડે અંધાય છે, પણ વિષયેાવડે અંધાતા નથી; તથા આત્મા જ્ઞાનથી મુક્ત થાય છે, પણ શાસ્ત્રાદિક પુગળથી મુક્ત થતા નથી. ૧૪૦.
ટીકાથે—આત્મા અજ્ઞાનથી એટલે અમેધના કારણથી શબ્દાદિક વિષયાને વિષે આસક્ત થયા છતા અજ્ઞાન પરિણામના આŽપણે કરીને કમૅરજવડે -અંધાય છે; પણ વિષયાર્ડ એટલે શબ્દાદિક પુદ્ગળાવડે બંધાતા નથી. કેમકે તે વિષયેાનું અંધ ઉત્પન્ન કરવામાં સામર્થ્ય નથી, માટે સ્પર્શે કરેલા માટીના ઢેફાની જેમ તે અકાણુ છે; તથા
Aho ! Shrutgyanam