________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ષષ્ઠ
ભૂલાથે—જેમ મુસાફરનેવિષે રહેલી ચોરીના માર્ગવિષે ઉપચાર થાય છે, તેમ મૂર્ખના પુદ્ધળકર્મને વિષે રહેલી વિક્રિયાના આત્માને વિષે ઉપચાર કરે છે. ૧૧૯.
૩૮૦
ટીકાથે—જેમ પાંથ એટલે માર્ગમાં ગમન ક્રિયા કરનાર મુસાફરનેવિષે રહેલી-પ્રાપ્ત થએલી ચોરીના માર્ગનેવિષે ઉપચાર થાય છે એટલે ‘માર્ગ લુંટાયા’ એમ કહેવાય છે, તેજ પ્રકારે પુકળ એટલે દ્રવ્યકર્મનેવિષે રહેલી વિક્રિયાના એટલે જીવની વિભાવ પરિણતિના મૂર્ખ આત્માનેવિષે-ચૈતન્યને વિષે ઉપચાર કરે છે. એટલે “ આ હિંસા કરનાર જીવ અશુભ કર્મવડે બંધાયા ” ઇત્યાદિ કહે છે. ૧૧૯.
कृष्णः शोणोऽपि चोपाधेर्नाशुद्धः स्फटिको यथा । रक्तोद्विष्टस्तथैवात्मा संसर्गात्पुण्यपापयोः ॥ १२० ॥ ભૂલાઈ—જેમ સ્ફટિક મણિ ઉપાધિને લીધે કાળા અથવા રાતો કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તે અશુદ્ધ નથી. તેજ રીતે આત્મા પણ પુણ્ય પાપના સંબંધથી રાગી અને દ્વેષી કહેવાય છે. ૧૨૦.
ટીકાર્ય—જેમ સ્ફટિક મણિ શ્યામ અને રક્તવર્ણવાળા ઉપાધિને લીધે એટલે કૃષ્ણે વાદિકના સાહચર્યને લીધે દેખાય છે, પણ સ્વરૂપે કરીને તે તેવા નથી-પાતે અશુદ્ધ શ્યામતાદિક ધર્મવાળા નથી; તેજ પ્રકારે આત્મા પુણ્ય પાપના એટલે શુભાશુભ દ્રવ્યકર્મના સંબંધથી રાગી અને દ્વેષી દેખાય છે, તો પણ સ્વરૂપથી શુદ્ધ હવાને લીધે તે તેવા ( રાગી દ્વેષી ) નથી. ૧૨૦.
सेयं नटकला तावद्यावद्विविधकल्पना ।
यद्रूपं कल्पनातीतं तत्तु पश्यत्यकल्पकः ॥ १२१ ॥ ભૂલાથે—જ્યાં સુધી વિવિધ પ્રકારની કલ્પના છે, ત્યાં સુધી તે આ નટલાકોની કળા છે. પરંતુ જે રૂપ કલ્પનાથી અતીત-ભિન્ન છે, તે તેા કલ્પના રહિત એવા પુરૂષ જુએ છે. ૧૨૧.
ટીકાર્થ જ્યાંસુધી વિવિધ પ્રકારની કલ્પના-શગાદિક રૂપે યોજના છે, ત્યાં સુધી તે પૂર્વે કહેલી આ સાક્ષાત્ દેખાતી નટની કળા એટલે ભવમાં ભ્રમણ કરવાવડે પોતાના સ્વરૂપનું પરાવર્તન કરીને વિચિત્ર પ્રકારની આ ચૈતન્યની નાટ્યકળા હોય છે. પરંતુ આત્મસત્તાને વિષે રહેલું અને કલ્પનાથી અતીત એટલે સર્વ સંગ રહિત આત્માનું જે સ્વરૂપ છે, તેને તેા કલ્પનાથી અતીત ( રહિત ) જ્ઞાન વૈરાગ્યવાળા શુદ્ધ આત્માજ જુએ છે. ૧૨૧.
Aho! Shrutgyanam