________________
ટુર
અધ્યાત્મસાર ભાષાંતર.
[ 8
સુશોભિત અને પુષ્પાના પ્રકવાળું સમવસરણુ, તારા સહિત ચંદ્રમંડળને અનુકરણ કરનાર ત્રણુ છત્ર, હજારો નાની પતાકાઓથી સુશોભિત અને હજાર યોજન ઉંચા દંડના અગ્રભાગવાળા ચારે પાળમાં રહેલા મહા ઇંદ્રધ્વજ, તથા અતિ શબ્દથી દેવદુંદુભિ, દેવેનું આગમન વિગેરેવડે તેમની પ્રશંસા કરવાથી પ્રભુની વાસ્તવિક એટલે પારમાર્થિક પ્રશંસા-સ્તુતિ થતી નથી. ૧૨૪,
व्यवहारस्तुतिः सेयं वीतरागात्मवर्तिनाम् ।
ज्ञानादीनां गुणानां तु वर्णना निश्चयस्तुतिः ॥ १२५ ॥ ભૂલાથે—તે સર્વ વ્યવહાર સ્તુતિ જાણવી. અને વીતરાગ આત્માને વિષે વર્તતા જ્ઞાનાદિક ગુણાની જે પ્રશંસા કરવી, તે નિશ્ચય સ્તુતિ જાણવી. ૧૨૫.
ટીકાર્થ—તે એટલે શરીરાદિકના વર્ણનરૂપ, આ એટલે ઉપર કહેલી પ્રશંસાને વ્યવહાર સ્તુતિ જાણવી એટલે અન્યને અન્યપણાની કલ્પના કરવા રૂપ ઉપચાર સ્તુતિ જાણવી. અને જેનાથી રાગ એટલે મોહનીય કર્મ અત્યંત ભિન્ન થયું છે એવા આત્માને વિષે વર્તનારા જ્ઞાનાદિક એટલે સર્વ પદાર્થોને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન તથા કેવળદર્શન, અનંત વીર્ય વિગેરે ગુણેાની-આત્માના ધર્મોની જે પ્રશંસા કરવી તે નિશ્ચય સ્તુતિ એટલે વાસ્તવિક પ્રશંસા જાણવી. ૧૨૫. કહેલા અર્થને વિષે દષ્ટાંત આપે છે.— पुरादिवर्णनाद्राजा स्तुतः स्यादुपचारतः । तत्त्वतः शौर्यगांभीर्यधैर्यादिगुणवर्णनात् ॥ १२६ ॥ ભૂલાર્જ-નગર વિગેરેનું વર્ણન કરવાથી ઉપચારવડે રાજાની સ્તુતિ થઈ કહેવાય છે, અને તેના શૌર્ય, ગાંભીર્ય, ધૈયે વિગેરે ગુણાનું વર્ણન કરવાથી તત્ત્વવડે સ્તુતિ કરી કહેવાય છે. ૧૨૬.
ટીકાઈ—જેમ નગરાદિકનું એટલે નગર, મહેલ, અલંકાર અને આગમગીચા વિગેરેનું વર્ણન કરવાથી ઉપચારવડે એટલે માત્ર રાજાના ઉદ્દેશે કરીને જ રાજાની સ્તુતિ થઇ કહેવાય છે; અને શૂરવીરપણું, ગંભીરપણું, ધીરપણું તથા અધિ શબ્દ છે તેથી દાતારપણું, ઉંદારપણું વિગેરેનું વર્ણન કરવાથી તત્ત્વવર્ડ-પરમાર્થપણે રાજાની સ્તુતિ થઈ કહેવાય છે. તે જ રીતે વીતરાગની સ્તુતિ પણ જાણવી. ૧૨૬. मुख्योपचारधर्माणामविभागेन या स्तुतिः ।
न सा चित्तप्रसादाय कवित्वं कुकवेरिव ॥ १२७ ॥
Aho! Shrutgyanam