________________
પ્રધ.]
આત્મજ્ઞાનાધિકાર. લાર્જ-મુખ્ય તથા ઉપચારના ધમને વિભાગ કર્યા વિના જે સ્તુતિ કરવી, તે ખરાબ કવિની કવિતાની જેમ ચિત્તની પ્રસન્નતાને માટે થતી નથી. ૧૨૭.
ટીકાર્થજે કેઇપણ રસ્તુતિ મુખ્ય એટલે વસ્તુના સ્વભાવરૂપ સહજ (વાસ્તવિક) અને ઉપચાર એટલે સહચારી ભાવે કરીને ન હેય તેનું કહેવું છે, જેમ અલંકારવડે શરીરના સ્વરૂપનું વર્ણન કરવું છે. તેવા મુખ્ય અને ઉપચારથી ઉત્પન્ન થયેલા ધર્મોના એટલે પદાર્થની વર્તમાન વિભાગ વિના એટલે સ્વ અને પરની સ્વરૂપે કરીને અવ્યવસ્થા અર્થાત્ મુખ્યધર્મને મુખ્યપણે ન કહેવા તથા ઉપચાર ધન ઉપચારપણે ન કહેવા તે, આ પ્રમાણે વિભાગવિના કરેલી
સ્તુતિ શિષ્ટ પુના ચિત્તની પ્રસન્નતાને માટે થતી નથી. કેની જેમ? તે કહે છે.–ખરાબ એટલે કવિત્વ કળામાં અકુશળ એવા કવિનું એટલે નવા ઉછરતા ગ્રંથકારનું કાવ્ય-વર્ણન જેમ ચિત્તની પ્રસન્નતા માટે થતું નથી તેમ. ૧૨૭.
હવે ફળ કહેવા પૂર્વક નિષેધ કરે છે– .. अन्यथाभिनिवेशेन प्रत्युतानर्थकारिणी ।
सुतीक्ष्णा खड्गधारेव प्रमादेन करे धृता ॥१२८॥
મૂલાર્થ—અન્યથા આગ્રહવડે કરેલી સ્તુતિ હસ્તમાં પ્રમાદથી ધારણ કરેલી તીફણ ખવધારાની જેમ ઉલટી અનર્થ કરનારી થાય છે. ૧૨૮.
ટીકાથે અન્યથા એટલે મુખ્ય તથા ઉપચારીક ધર્મને વિભાગ કર્યા વિના અભિનિવેશ કરીને એટલે પોતાના મતનું રક્ષણ કરવાના અભિમાનથી કદાગ્રહ કરીને, ઉપચાર સ્તુતિમાં જે મુખ્યતાની દષ્ટિ રાખવી, તે ઉલટી અનર્થ કરનારી એટલે આત્માની અશુદ્ધિ ઉત્પન્ન કરીને આત્મહિતનો નાશ કરનારી થાય છે. કેની જેમ? તે કહે છેજેમ પ્રમાદે કરીને એટલે અસાવધાનપણે હાથમાં ધારણ કરેલી અત્યંત તીણ ખડની ધારા વિનાશને માટે થાય છે તેમ. ૧૨૮.
હવે ઉચિતપણું દેખાડે છે – मणिप्रभामणिज्ञानन्यायेन शुभकल्पना । वस्तुस्पर्शितया न्याय्या यावन्नानञ्जनप्रथा ॥ १२९ ॥ મૂલાઈ–મણિની કાંતિને વિષે મણિના સાનના દતે કરીને
૫૦.
Aho! Shrutgyanam