________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ષ9દ્રવ્યના-પદાર્થોના પર્યાને વિષે સમાન જાતિપણું વિના હેતી નથી, એટલે સરખા ધર્મને વર્જિન-પરધનું સ્વધર્મને વિષે અને સ્વધનું પરધર્મને વિષે સમાન જાતિપણું હેતું નથી. માટે તેના આશ્રયવાળી ક્રિયા નહીં થાય. ૯૯.
જે પરભાવને વિષે આત્માનું અકર્તાપણું કહેશે, તે દાનાદિક ધર્મને વિષે શી ગતિ થશે? એવી શંકા કરે છે. –
नन्वेवमन्यभावानां न चेत्कर्ताऽपरो जनः। - તા હિંસરિયાતાનાવ્યવસ્થિતિમાં ૨૦૦ છે
મૂલાઈ–જે કદાચ અન્ય ભાવો કર્તા બીજે કઈ જન ન હોય, તે હિંસા, દયા, દાન અને હરણું વિગેરેની વ્યવસ્થા થશે નહીં. ૧૦૦.
ટીકાથે–નનુ એ શબ્દ પ્રશ્નવાચક છે. હે પૂજ્ય! જે એ પ્રકારે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે અન્ય ભાવને એટલે પિતાના આત્મભાવથી વ્યતિરિક્ત પુલાદિકના ભાવને-પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યાપારને બીજે કોઈ મનુષ્ય કર્તા ન હોય તો હિંસા-જીવવધ, દયા-પર જીવ ઉપરની કરૂણું અથવા રક્ષણ, અન્નાદિકનું દાન અને હરણ એટલે બીજા પાસેથી લઈ લેવું અથવા ચરવું એ વિગેરે એટલે સાન ભજન વિગેરેની અવ્યવસ્થા એટલે અપ્રવૃત્તિ થશે. ૧૦૦.
તેપર જવાબ આપે છે –
सत्यं पराश्रयं न स्यात्फलं कस्यापि यद्यपि । तथापि स्वं गतं कर्म स्वफलं नातिवर्तते ॥ १०१ ॥
મૂલાથું–તારું કહેવું સત્ય છે. જો કે પરના આશ્રયવાળું ફળ કેઈને પણ થતું નથી, તે પણ પિતામાં રહેલું કર્મ પિતાના ફળને ઉલ્લંઘન કરતું નથી. ૧૦૧,
–હે ભવ્ય ! તારું કહેવું સત્ય એટલે સાચા જેવું દેખાય છે. જો કે પરને-બીજાને આશ્રય-અવલંબન કરનારાં કર્મનું ફળ કઈ અતિ નિપુણ પુરૂષને પણ થતું નથી. તે પણ એટલે આ પૂર્વે કહેલા ફળનો અભાવ સિદ્ધ થયા છતાં પણ પિતાને વિષે એટલે આત્માને વિષે પ્રાપ્ત થયેલું કર્મ એટલે જ્ઞાનક્રિયારૂપ જીવનું કૃત્ય પિતાના ફળને એટલે સાધ્યને અતિક્રમણ કરતું નથી એટલે ફળને આપવાની મર્યાદાને ઉલ્લંઘન કરતું નથી. તેથી કરીને પોતાના ઉપગની ક્રિયાથી ઉત્પન્ન થયેલું શુભાશુભ ફળ આત્માના આશ્રયવાળું થાય છે. ૧૦૧.
Aho ! Shrutgyanam