________________
પ્રબંધ.] આત્માનાધિકાર
- ૩૮૩ हिनस्ति न परं कोऽपि निश्चयान च रक्षति।। तदायुः कर्मणो नाशे मृति वनमन्यथा ॥ १०२॥
મૂલાર્થ–નિશ્ચય થકી તે કઈ કઈને હણતું નથી, તથા રક્ષણ પણ કરતું નથી, પરંતુ તેના આયુષ્યકર્મને નાશ થયે મરણ થાય છે, અન્યથા તે જીવે છે. ૧૦૨.
ટીકાઈ–નિશ્ચયથકી એટલે પરમાર્થથી તે કોઈ પણ શિકારી વિગેરે ભુંડ વિગેરે અન્ય જીવોને હણતા નથી, તથા કેઈ સાધુ વિગેરે રક્ષણ કરી શકતા નથી. પરંતુ તે ભુંડ વિગેરેના આયુષ્ય નામના કર્મ એટલે પૂર્વ ઉપાર્જન કરેલા કર્મના ફળનો ક્ષય થયે તેનું મરણ થાય છે, અને અન્યથા એટલે આયુષ્યના ક્ષય વિના તેનું જીવિત રહે છે, મરણ થતું નથી. તેથી મારવામાં અને રક્ષણ કરવામાં અન્ય પ્રાણું નિમિત્ત માત્ર જ છે. ૧૦૨.
શંકા-ત્યારે તે મારનાર અને રક્ષણ કરનારને ફળના અભાવની પ્રાપ્તિ થશે. આ શંકાની નિવૃત્તિ માટે કહે છે –
हिंसादयाविकल्पाभ्यां स्वगताभ्यां तु केवलम् । વાઈ વિવિત્રમારિ વિના જુના છે ૨૦૨ ..
મૂલાર્થ—કેવળ પિતામાં રહેલી હિંસા અને દયાના પરિણામથી પુરૂષ અન્યની અપેક્ષા વિના જ વિચિત્ર ફળને પામે છે. ૧૦૩.
ટીકા–સુ શબ્દ શંકાની નિવૃત્તિ માટે છે. તેથી કરીને હિંસક તથા રક્ષકને આશ્રયીને તે કેવળ પિતાને વિષે રહેલા હિંસા-વધ અને દયા-રક્ષણના પરિણામના ઉપયોગથી પુરૂષ-જીવ બીજાની અપેક્ષા રાખ્યા વિના જ એટલે અન્ય પ્રાણુને વધ અથવા રક્ષણ થાઓ અથવા ન થાઓ, તે પણ તેની અપેક્ષા વિના જ વિચિત્ર એટલે પરિણામને અનુસાર વિવિધ પ્રકારનું ફળ એટલે ક્રિયાથી સાથે એવું સુખદુઃખાદિક પામે છે. ૧૦૩.
शरीरी त्रियतां मा वा ध्रुवं हिंसा प्रमादिनः। તવૈવ થતમાન વધેડ િકાળિનાં નિત . ૨૦૪ છે.
મૂલાર્થ–પ્રાણું ભરે વા ન મરે, તે પણ પ્રમાદવાળાને અને વશ્ય હિંસા લાગે છે. અને જતનાવાળાની કવચિત્ પ્રાણુનો વધ થયા છતાં પણ દયા જ કહેવાય છે. ૧૦૪.
ટીકાળું–શરીર એટલે દેહ જેને હોય છે તે શરીરી કહેવાય છે.
Aho ! Shrutgyanam