________________
પ્રબંધ ]
આત્મજ્ઞાાધિકાર.
પ
અને હરજી શી રીતે થાય? કારણ કે દાન એ સ્વકીયપણાની પ્રાપ્તિરૂપ છે, અને હરણુ એ સ્વકીયપણાના નાશરૂપ છે. ૧૦૬.
ટીકાથે—તે ભદ્ર! આત્માથી ભિન્ન એવા ભક્ત-ભાજન અને વિત્ત–કાંચનાદિક ધન વિગેરે એટલે જળ, વસ્ર વિગેરે યુદ્ધળાને આપવાથી તે ધર્મ અને સુખસંબંધી દાન અને હરણુ શી રીતે થઈ શકે? પરકીય હેાવાથી ન જ થઈ શકે. કારણ કે દાન એ સ્વકીયપણાની પ્રાપ્તિ છે એટલે પેાતાના સ્વકીયપણાના નિષેધપૂર્વક બીજાને સ્વકીયપણાની પ્રાપ્તિ કરવાનું કારણ છે. તથા હરણ એટલે બીજા પાસેથી લેવું તે સ્વકીયપણાના નાશરૂપ છે. એટલે બીજાના સ્વકીચપણાના નિષેધરૂપ છે. માટે તે દાન અને હરણુ ધર્મ અને સુખને માટે થઈ શકતાં નથી. ૧૦૬.
તે બન્નેને દાન અને હરણના વિષયમાં અન્યનું કર્તાપણું નથી તે કહે છે.—
कर्मोदयाच्च तद्दानं हरणं वा शरीरिणाम् । पुरुषाणां प्रयासः कस्तत्रोपनमति स्वतः ॥ १०७ ॥ મૂલાથે વળી દાન અથવા હરણ પ્રાણીઓને કર્મના ઉદયથી થાય છે. તે પેાતાની જાતે જ પરિણામ પામે છતે પુરૂષાને શેા પ્રયાસ થાય છે? ૧૦૭.
ટીકાર્યવળી જે હૃદયમાં રહેલું દાન એટલે આપવું તે અથવા હરણ એટલે ખીજા સ્થાનથી લઈ લેવું તે, તે દાન અથવા હરણુ પ્રાણીઓને કર્મના ઉદયથી—સ્થિતિના પરિપાકથી થાય છે, તે દાન અને હરણુ સ્વતઃ કૌંદયના સ્વભાવથી પુરૂષના પ્રયત્ન વિના જ સ્વસેવ (પેાતાની જાતે જ) આત્મસ્વભાવમાં પરિણામ પામે છતે જીવાના તેમાં શા પ્રયાસ-ઉદ્યમ છે? કાંઈ પણ પ્રયાસ નથી. દાનરૂપ અને હરણુરૂપ ઇચ્છાએ કરીને પેાતાની જાતે જ તે પરિણામ પાસે છે, અથવા `પરિણામ નથી પામતા. તેથી તેમાં અન્યને પ્રયાસ સફળ નથી. ૧૦૭,
errari तु भावाभ्यां केवलं दानचौर्ययोः । अनुग्रहोपघातौ स्तः परापेक्षा परस्य न ॥ १०८ ॥
મૂલાથે—કેવળ આત્માને વિષે રહેલા દાન અને ચારીના ભાવે કરીને (પરિણામે કરીને) અનુગ્રહ તથા ઉપઘાત થાય છે, તેમાં અન્યુને અન્યની અપેક્ષા નથી. ૧૦૮.
૪૯
Aho! Shrutgyanam