________________
૩૭૯
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર. એટલે બીજા નયના મતને વિષે તે આત્માનું કર્તાપણું એટલે નવા ગુણનું કરવાપણું ભલે ઇ-કહે. તેમાં અમને કાંઈપણ હાની નથી. ૯૩.
હવે પર્યાયાસ્તિક નય બેલે છે– उत्पत्तिमात्मधर्माणां विशेषग्राहिणो जगुः । अव्यक्तिरावृतेस्तेषां नाभावादिति का प्रमा ॥ ९४॥
મૂલાથે–વિશેષગ્રાહી નો આત્માના ધર્મોની ઉત્પત્તિ કહે છે, તેમને આવરણથી અવ્યક્તિ છે, આત્મધર્મના અભાવથી અવ્યક્તિ નથી. તેમાં શું પ્રમાણુ? ૯૪.
રીકાથે–વિશેષને ગ્રહણ કરનાર એટલે વસ્તુના ધ્રૌવ્યરૂપ સમસ્વભાવને ત્યાગ કરીને ઉત્પત્તિ અને વિનાશરૂપ વિષમ ધર્મને ગ્રહણ કરનાર-કહેનાર અશુદ્ધ, નૈગમ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નામના વિશેષગ્રાહી ન આત્માના ધર્મોની એટલે ચેતનના વિશિષ્ટ દર્શન જ્ઞાન વિગેરે ભાવોની ઉત્પત્તિને કહે છે. તે કહે છે કે-જીવધર્મોના આવરણથી તેની-આત્મધર્મોની અવ્યક્તિતિભાવ છે, અને અભાવથી એટલે આત્માને વિષે તેના અવિદ્યમાનપણુથી નથી એટલે આત્મધર્મના અભાવને લીધે અવ્યક્તિ નથી. એમાં શું પ્રમાણુ? એટલે આ ઠેકાણે યથાર્થે જ્ઞાનને કર્યો વિચાર છે? કઈ પણ નથી, તેથી અભાવને લીધે જ તે છે. ભાવાર્થ એ છે કે-અનભિવ્યક્ત (અપ્રગટ)નું અરૂપપણું છે. વિશેષગ્રાહી ન કેવળ પર્યાયનું જ વસ્તુપણું માનતા હોવાથી નહીં ઉત્પન્ન થયેલા ઘટની જેમ અભાવને લીધે જ વ્યક્તિને અભાવ છે એમ સિદ્ધ કરે છે-માને છે. ૮૪.. કહેલા અર્થને જ સિદ્ધ કરે છે–
सत्त्वं च परसंताने नोपयुक्तं कथञ्चन । संतानिनामनित्यत्वात् संतानोऽपि च न ध्रुवः॥ ९५ ॥
મૂલાર્થે–પર સંતાનને વિષે સર્વ કેઈ પણ પ્રકારે યુક્ત નથી. અને સંતાનનું અનિત્યપણું હોવાથી સંતાન પણ ધ્રુવ (નિત્ય) નથી. ૯૫.
ટીકર્થ–પર સંતાનને વિષે એટલે પિતાપણુથી વ્યતિરિક્ત પુલ અને દેવદત્ત વિગેરેના જ્ઞાનાદિકના સંતાનને વિષે એટલે વિવિધ કાળમાં થયેલા કારણે કરીને રહિત માત્ર કાર્યમાં જ વર્તવાપણુને વિષે અર્થાત ઉત્પત્તિ અને વિનાશવડે કરીને ગુણના પર્યાની પરંપરાને વિષે સત્ત્વ
Aho! Shrutgyanam