________________
૩૭૮
અધ્યાત્મસાર ભાષાંતર. [ષ8હેવાથી તે કરવા લાયક એટલે ઉત્પન્ન કરવા લાયક નથી. કેમકે તે પિતાનું જ સ્વરૂપ છે. પરંતુ કેવળ પોતાની જાતે જાણવા લાયક છે. તેપર દૃષ્ટાંત આપે છે કે જેતિ એટલે અગ્નિ દીવાવડે પ્રદીપ્ત થાય છે. પણ અપૂર્વ એટલે નવી જતિ કરાતી નથી. તે જ પ્રમાણે પિતાનું સ્વરૂપ પણ જણાય છે, પરંતુ ઉત્પન્ન કરાતું નથી. કારણકે સાંખ્યની જેમ તે પિતે કારણ વિના જ સિદ્ધ થયેલ છે. ૯૧.
તેથી ઉલટાપણમાં દોષ કહે છેअन्यथा प्रागनात्मा स्यात्स्वरूपानंनुवृत्तितः। न च हेतुसहस्रेणाप्यात्मता स्यादनात्मनः ॥ ९२॥
મૂલાળે–અન્યથા આત્મા પોતાના રૂપની ઉત્પત્તિ પહેલાં સ્વરૂપના અસંબંધને લીધે અનાત્મા (જડ) થશે. અને તે અનાત્માનું આત્માપણું હજારે હેતુથી પણ પ્રાપ્ત થશે નહીં. કર.
ટીકાર્ચ–અન્યથા એટલે જે તેનું સ્વરૂપ પણ કરેલું હોય તે પ્રથમ એટલે સ્વરૂપના નિર્માણની પહેલાં જીવ અનાત્મા-અચેતન (જડ) થશે. કેમકે પોતાના રૂપની-સ્વભાવની અનુવૃત્તિ નહીં હોવાથી એટલે સંબંધ નહીં હોવાથી-અસ્વરૂપપણું હેવાથી અવસ્તુરૂપ થશે. અને પછી હજારે હેતુથી પણ અજીવનું જીવપણું થશે નહીં. અર્થાત આ જગતમાં જીવરાશિને છોડીને બીજા સર્વ પદાર્થો અચેતન સ્વભાવવાળા છે. તેઓ ચેતન્ય ઉત્પન્ન કરવા અસમર્થ છે, કારણકે તેમને તે સ્વભાવ નહીં હોવાથી આત્મપણની ઉત્પત્તિ થવી અશક્ય છે. હર.
नये तेनेह नो कर्ता किं त्वात्मा शुद्धभावभृत् । उपचारात्तु लोकेषु तत्कतृत्वमपीष्यताम् ॥ ९३ ॥
મલાઈ–તેથી કરીને આ નયને વિષે આત્મા કર્તા નથી. પણ શુદ્ધ ભાવને ધારણ કરનાર છે. પરંતુ લેકને વિષે ઉપચારથી તેનું (આત્માનું) કર્તાપણું પણ ભલે ઈચ્છો. ૯૩.
ટીકાથે–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુસમૂહે કરીને આ સંગ્રહ નામના નયને વિષે-વાણીના માર્ગને વિષે આત્મા કર્ણારૂપ નથી એટલે શુદ્ધ સ્વરૂપને ઉત્પન્ન કરનાર નથી. પણ બીજું સાંભળશુદ્ધ ભાવને ધારણ કરનાર એટલે આ નયને મતે શુદ્ધ સ્વભાવવાળે જ આત્મા છે. અને ઉપચારથી તે એટલે આ નયના શકય અને ત્યાગ કરીને વ્યવહારના લક્ષણવાળા નથી તે લેકને વિષે
Aho! Shrutgyanam