________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૪૧
અભાવ થશે નહીં. જેમ આકાશના અંશે એટલે જેરા વિભાગ ન થઈ શકે એવા ભાગ–પ્રદેશો અનંતા છે, તેથી તેના છેડા આવવાના જ નહીં, તેજ રીતે એટલે સર્વે આકાશના પર્યંત ભાગના અભાવની જેમ ભવ્ય જીવેાના પર્યંતના પણ અભાવ જાણવા. કારણ કે આઠમું અનંતુ સર્વ કાળના સમયેા કરતાં પણ અનંતગણું મોટું છે. જેમ સર્વ આકાશના અંશો અને સર્વ કાળના સમયેાની સંખ્યા આઠમા અનંતામાં હાવાથી પર્યંત રહિત છે, તેજ પ્રમાણે ભવ્ય જીવેા પણ આઠમા અનંતાવડે સંખ્યા કરવા લાયક હાવાથી ઉચ્છેદ ( અભાવ) ને યોગ્ય નથી. તથા કોઈ ભન્ય જીવાને વિષે કોઈ પણ કાળે મેક્ષ રૂપ ફળના અભાવ છતાં પણુ એટલે જેઓ કદાપિ કાળે પણ મેાક્ષમાં જવાના જ નથી, તેવા ભબ્યાને પણ પ્રતિમાને યોગ્ય એવા પાષાણુ વિગેરેની જેમ અર્થાત્ તે પાષાણુ વિગેરેની પ્રતિમા નહીં કર્યાં છતાં પણ તેમાં પ્રતિમા થવાની યાગ્યતા હાય છે તે કહેવાય છે, તે જ પ્રમાણે સામગ્રીને અભાવે મેાક્ષની અપ્રાપ્તિ છતાં પણ તેનામાં મુક્તિની યાગ્યતા હાય છે તેથી તે ભવ્ય કહેવાય છે. ભાવાર્થ એ છે કે જેમ નંદન વિગેરે વનમાં રહેલા કાઇક ચંદનના કાષ્ઠની પ્રતિમા થવાની યોગ્યતા હાય તેપણ સામગ્રીના અભાવને લીધે તેની પ્રતિમા થાય નહીં, તેથી કાંઇ તેની યાગ્યતા જતી રહેતી નથી, તે જ પ્રકારે કાઈ ભવ્યેાના પણ સામગ્રીને અભાવે મોક્ષ ન થાય, તેપણ સંસારપરિણતિની નિવૃત્તિ કરવાની શક્તિરૂપ યાગ્યતા તે સત્તારૂપે તેનામાં રહેલી જ છે. ૧૨૯.
नैतद्वयं वदामो यद्धव्यः सर्वोऽपि सिध्यति ।
यस्तु सिध्यति सोऽवश्यं भव्य एवेति नो मतम् ॥ १३० ॥
મૂલાર્જ-—સર્વે ભવ્ય જીવા મેક્ષ પામે છે, એમ અમારૂં કહેવું નથી. પરંતુ જે જીવ સિદ્ધિ પામે છે, તે અવયે કરીને ભવ્ય જ છે, એવા અમારા મત છે. ૧૩૦.
ટીકાથે--જૈનધર્મના જ્ઞાનવાળા અમે સર્વે એમ કહેતા નથી કે જે ભવ્ય એટલે મેક્ષ પામવા ચેાગ્ય હાય, તે સર્વે માક્ષ જાય જ છે. પરંતુ જે જીવા સિદ્ધિપદને પામ્યા છે, પામે છે અને પામશે, તે તા અવશ્ય નિશ્ચયથી અભવ્યને છોડીને ભવ્ય જીવેા જ છે કે જે મેાક્ષની ચાગ્યતાવાળા છે તેવા ભવ્યા જ માક્ષે ગયા છે, જાય છે અને જશે. એ પ્રમાણે અમારા મત-દર્શન છે. ૧૩૦,
૩૧
Aho Shrutgyanam