________________
330
અધ્યાત્મસાર ભાષાંતર.
તેનું જ સ્વરૂપ કહે છે.~~~ त्रियोगयोगिनः साधोर्वितर्काद्यन्वितं ह्यदः । ईषचलतरंगान्धेः क्षोभाभावदशानिभम् ॥ १५९ ॥
[પંચમ
ભૂલાથે—ત્રણ યાગવડે યોગવાળા સાધુને આ વિતર્માદિવડે યુક્ત એવું પ્રથમ શુક્લધ્યાન કાંઇક ચપળ તરંગવાળા સમુદ્રની ક્ષેાભરહિત દશાના જેવું છે. ૧૫૯.
ટીકાથૅ આ વિતર્માદિકે કરીને યુક્ત એવું શુકલધ્યાન થોડા ચપળ તરંગવાળા સમુદ્રની ક્ષેાભરહિત અવસ્થાના જેવું ત્રણ પ્રકારના યોગવડે યોગવાળા-મન, વચન અને કાયાના વ્યાપારવાળા મુનિને હાય છે, ગૃહસ્થને હેતું નથી. ૧૫૯.
શુકલધ્યાનના બીજો પ્રકાર કહે છે.—
एकत्वेन वितर्केण विचारेण च संयुतम् । निर्वातस्थप्रदीपा द्वितीयं त्वेकपर्ययम् ॥ १६० ॥ મૂલાર્જ—એકપણાએ કરીને, વિતૐ કરીને અને વિચારે કરીને યુક્ત એવું એક પર્યાયવાળું બીજું શુકલધ્યાન વાયુરહિત પ્રદેશમાં રહેલા દીવાની જેવું નિશ્ચળ હાય છે. ૧૬૦.
ટીકાર્જ—એકજ દ્રવ્ય, પર્યાય અથવા ગુણનું જેમાં આલંબન હાય તે એક કહેવાય છે; તેવા એકપણાએ કરીને ચુક્ત. અહિં કંપરહિત ઉપયોગ હોવાથી પૃથકત્વનો સંભવ નથી, તેથી એકપણાએ કરીને યુક્ત એમ કહ્યું છે. તથા પૂર્વે કહેલા વિતર્ક અને વિચારે કરીને યુક્ત એવું એક પર્યાયવાળું એટલે જેને વિષે એકપણારૂપ વિશેષ ધર્મ રહેલા છે એવું બીજું શુક્લધ્યાન વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાના જેવું નિકંપ હાય છે. આ બે ધ્યાન છદ્મસ્થ સાધુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં હાય છે. ૧૬૦.
હવે ત્રીજો ભેદ કહે છે.—
सूक्ष्मक्रियानिवृत्त्याख्यं तृतीयं तु जिनस्य तत् । अर्धरुद्धाङ्गयोगस्य रुद्धयोगद्वयस्य च ॥ १६९ ॥ મલાથે સૂક્ષ્મ ક્રિયાની નિવૃત્તિ નામનું ત્રીજું શુકલધ્યાન ખે યોગને રૂંધનાર અને ત્રીજા યોગને જેણે અર્ધો રૂંધ્યા છે, એવા જિનેશ્વરને હોય છે. ૧૬૧
ટ્રીકાર્યં—ત્રીજું એટલે ત્રણની સંખ્યાને પૂર્ણ કરનારૂં સૂક્ષ્મયિા
Aho ! Shrutgyanam