________________
અધ્યાત્મસાર ભાષાંતર. [૧૪इत्थमेकत्वमापन्नं फलतः पुण्यपापयोः। मन्यते यों न मूढात्मा नान्तस्तस्य भवोदधेः ॥७३॥.
મૂલાર્થ–આ પ્રમાણે પુણ્ય તથા પાપનું ફળથી એકપણું પ્રાપ્ત થયું. જે મૂર્ખ માણસ એ પ્રમાણે માનતું નથી, તેના ભવસાગરનો અંત થતું નથી. ૭૩.
ટીકાળું—આ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે ફળથકી એટલે પિતાને સાથે એવા કાર્યનું સંપાદન કરવા થકી પુણ્ય તથા પાપનું એકપણું–અભેદપણું પ્રાપ્ત થાય છે. જે વસ્તુસ્વભાવને નહીં જાણના મૂઢાત્મા એટલે મેહે કરેલા વાહથી જેના ચિત્તનો વ્યાક્ષેપ થયો છે એ પુરૂષ તે બન્નેનું એકપણું માનતે નથી એટલે સ્વીકાર નથી, તે મૂઢને સંસારરૂપી સાગરના અંત એટલે તીરની પ્રાપ્તિ થતી નથી. કારણ કે તે બેધરહિત છે. ૭૩.
પુણ્ય અને પાપનું ફળનાં અભેદે કરીને એકપણું કહ્યું. હવે પુણ્ય. પાપથકી આત્મા ભિન્ન છે. તે કહે છે–
दुःखैकरूपयोर्भिन्नस्तेनात्मा पुण्यपापयोः । शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ।। ७४ ॥
મૂલાર્થ –તેથી કરીને અથત એ રીતે દુઃખના જ એક સ્વરૂપવાળા પુણ્ય પાપથી આત્મા જૂદ છે. કારણ કે શુદ્ધ નિશ્ચય નથી આત્મા સર્વદા સત ચિત્ આનંદમય છે. ૭૪.
ટીકાર્ય–તેથી એટલે પૂર્વે કહેલા હેતુથી આત્મા જેને દુઃખરૂપજ એક સ્વભાવ છે એવા પુણ્ય ને પાપથી ભિન્ન છે-જાદે જ છે. તે આત્મા કે છે? તે કહે છે–શુદ્ધ એટલે ઉત્પાદ અને વ્યયરહિત વસ્તુને ગ્રહણ કરનાર એવા નિશ્ચયથકી એટલે નિશ્ચય સ્વરૂપને અવધારણ કરનાર નયને પક્ષ આશ્રય કરવાથી સદા સત્ ચિત અને આનંદમય છે. અર્થાત પરબ્રહ્મ સ્વરૂપ છે. ૭૪. કહેલા આત્મસ્વરૂપનું જ સ્પષ્ટીકરણ કરે છે– तत्तुरीयदशाव्यंग्यरूपमावरणक्षयात् । भात्युष्णोद्योतशीलस्य घननाशाद्रवेरिव ॥ ७५॥
ભલાઈ–જેમ મેઘને નાશ થવાથી ઉષ્ણ પ્રકાશના સ્વભાવવાળા સૂર્યનું રૂપ દેખાય છે, તેમ આવરણને ક્ષય થવાથી તુર્થ દશાને વિષે જાણી શકાય તેવું તે આત્માનું રૂપ દેખાય છે. ૭૫.
Aho I Shrutgyanam