________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
આ પ્રમાણે સાંભળીને શબ્દનયા કહે છે.~~~ श्रुतवानुपयोगश्चेत्येतन्मिथ्या यथा वचः । तथात्मा शुद्धरूपश्चेत्येवं शब्दनया जगुः ॥ ८५ ॥ મૂલાથે—જેમ ઉપયોગ શ્રુતવાન્ જ હાય છે એ વચન મિથ્યા છે, તેમ આત્મા શુદ્ધરૂપ જ હોય છે એ વચન પણ મિથ્યા છે. એમ શબ્દનયા કહે છે. ૮૫.
કુંપ
ટીકાથ—જેમ ઉપયોગ એટલે સામાન્ય તથા વિશેષ જ્ઞાનને વ્યાપાર તે શ્રુતવાન એટલે શબ્દના ઉલ્લેખવાળા જ છે એમ કોઈ કહે તા તે વચન-વાક્ય મિથ્યા છે. કારણ કે સર્વે ઉપયોગ શ્રુતવાન હાતા નથી. પણ શ્રુતપયોગ જ શ્રુતવાન હોય છે. માટે તે વચન મિથ્યા છે. તેજ પ્રકારે આત્મા એટલે સર્વ જીવ શુદ્ધ છે એટલે કર્મમળ રહિત છે, એ વચન પણ 'મિથ્યા છે. કેમકે સર્વ જીવ સર્વદા શુદ્ધ હાતા નથી. એ પ્રકારે શબ્દનયા કહે છે. શબ્દ એટલે અર્થને કહેનારા ધ્વનિવડે બાધ થવા લાયક ભાવ જેમાં પ્રધાન છે એવા શબ્દ, સત્રભિરૂઢ અને અવંભૂત નામના ના જીવસમૂહને વિષે ભેદ માનનારા હાવાથી કહે છે. માટે સર્વ જીવને શુદ્ધ કહેવા એ આ નાના મતમાં મિથ્યા છે, તેમજ સર્વ જીવને અશુદ્ધ કહેવા તે પણ મિથ્યા છે. ૮૫.
પાતાના અભિપ્રાયને જ સ્પષ્ટ કરે છે.
शुद्धपर्यायरूपस्तदात्मा शुद्धः स्वभावकृत् । प्रथमाप्रथमत्वादिभेदोऽप्येवं हि तात्त्विकः ॥ ८६ ॥ મૂલાથે—જ્યારે આત્મા શુદ્ધ પર્યાયરૂપ છતા પોતાના સ્વભાવને પ્રકટ કરનાર થાય છે, ત્યારે આત્મા શુદ્ધ છે. એ પ્રમાણે પ્રધાનપણું અને અપ્રધાનપણું વિગેરે ભેદ પણ પારમાર્થિક (વાસ્તવિક) થાય છે. ૮૬
ઢીકાર્થ——આત્મા એટલે જીવ તે સમયે શુદ્ધ એટલે કર્મરહિત થાય છે કે જે સમયે પવિત્ર પર્યાયરૂપ એટલે જ્ઞાનાદિક વિશેષ પ્રકારના ધર્મરૂપ છતા પેાતાના ભાવને કરનારા એટલે પેાતાના સ્વરૂપને પ્રકટ કરવામાં પ્રવૃત્તિવાળા થાય છે. આ પ્રમાણે પ્રથમપણું એટલે પ્રધાનપણું અને અપ્રથમપણું એટલે અપ્રધાનપણું-ગૌણપણું વિગેરે એટલે પરમાત્મા અને અપરમાત્માપણું વિગેરે ભેદ પણ પ્રધાન અને ગૌણુના આશ્રિત હાવાથી વાસ્તવિક થાય છે. ૮૬.
Aho! Shrutgyanam