________________
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર
૩૫૧ नाणूना कर्मणो वासौ भवसर्गः स्वभावजः। एकैकविरहोभावान्न च तत्त्वान्तरं स्थितम् ॥ २६ ॥
મૂલાઈ–આ ભવની રચના કેવળ કર્મ પરમાણુઓના સ્વભાવથી ઉત્પન્ન થયેલી નથી, તેમજ કેવળ જીવના સ્વભાવથી પણ ઉત્પન્ન થયેલી નથી, પરંતુ બન્નેના સ્વભાવથી ઉત્પન્ન થયેલી છે. કેમકે બેમાંથી એકને વિરહ હોય તો તે સંસારને અભાવ છે. તથા બીજા કેઈતત્ત્વથી પણ તે સંસારની સ્થિતિ નથી. ૨૬.
ટીકાર્થ–આ વિશિષ્ટ બુદ્ધિવાળાને પ્રત્યક્ષ ભવને સર્ગ એટલે જન્મ, ગતિ વિગેરે રૂપ સંસારની રચના કેવળ કર્મોનાંજ પરમાણુઓનાદળિયાના સ્વભાવથી ઉત્પન્ન થયેલ નથી. અહીં સ્લેકમાં વા શબ્દને અથે ભિન્ન ક્રમરૂપ હોવાથી કેવળ જીવના સ્વભાવથી પણ તે ઉત્પન્ન થયેલ નથી, પરંતુ બન્નેના સ્વભાવથી ઉત્પન્ન થયેલ છે. કારણ કે એક એકનો વિરહ છતાં-અસંબંધ છતાં એટલે જીવ અને કર્મને પરસ્પર અસંગ છતાં સર્ગને અસંભવ છે, અને સંગ છતાંજ તે ઉત્પન્ન થાય છે. તથા બીજું કઈ તત્વ એટલે જીવ અને કર્મથી વ્યતિરિત બીજા કેઇના સંગથી ઉત્પન્ન થયેલ પણ આ સંસાર તીર્થરિએ કહેલ નથી. કેમકે તે બન્નેથી વ્યતિરિત બીજા કેઇનું તેમાં કારણપણું નથી. પરંતુ તે બન્નેના સંયોગથીજ સર્ગ છે. તે પણ ચેતનને વિષે ચેતનની ક્રિયા હોય છે, પુળની ક્રિયા હોતી નથી અને સંસારની રચના તે પુગળરૂપ છે, તેથી તે જીવની નથી. ૨૬.
તેપર દષ્ટાંત કહે છેश्वेतद्रव्यकृतं शैत्यं भित्तिभागे यथा द्वयोः। भात्यनन्तर्भवच्छून्यं प्रपञ्चोऽपि तथेत्यताम् ॥ २७॥
મૂલાર્થ–જેમ ભીંતપર શ્વેત પદાર્થવડે કરેલી ઉજ્વળતા તે બન્નેને વિષે અંતર્ભાવ પામ્યા વિના શેભે છે, તેમ પ્રપંચને પણ જાણુ. ૨૭.
ટીકાર્ય–જેમ ઘરની ભીંતના પ્રદેશ પર ચૂના વિગેરે જેત પદાર્થ કરેલી શ્વેતતા-ઉજ્વળતા બન્નેને વિષે એટલે ભીંત અને ચૂનાને વિષે અંતર્ભાવ પામ્યા વિના એટલે ભીંત કાંઈ ચૂનામાં પેસતી નથી, તથા ચૂનો કાંઈ ભીંતમાં પિસતું નથી, પરંતુ કેવળ પોતપોતાના સ્વરૂપમાં રહીને જ શોભે છે. તે જ પ્રકારે અંતર્ભાવ પામ્યા વિના એટલે કર્મ અને આત્માના સંગરૂપ થયા છતાં આ પ્રપંચ એટલે જન્માદિકરૂપ સંસાર
Aho! Shrutgyanam