________________
પ્રબંધ.]
આત્માનાધિકાર કહે છે. ઇદ્ધિથકી મન પર છે એટલે અતિદૂર જાણવા લાયક છે એમ કહે છે. મનથી પણ બુદ્ધિ પર છે એટલે અત્યંત દર જાણવા લાયક છે. તથા જે બુદ્ધિથકી પણ પર છે એટલે અત્યંત સૂક્ષ્મ શાનવાળાને જાણવા લાયક છે, તે આત્મા જ છે, તેથકી પર બીજું કાંઈ પણ નથી. ૪૦.
विकले हन्त लोकेऽस्मिन्नमूर्ते मूर्तताभ्रमात् । पश्यत्याश्चर्यवज्ज्ञानी वदत्याश्चर्यवद्वचः॥४१॥
મૂલાર્થ—અહો અમૂર્તિને વિષે મૂર્તપણના ભ્રમને લીધે વિવેકરહિત આ લેકને વિષે જ્ઞાની પુરૂષ આશ્ચર્યથી જેમ જુએ છે, અને આશ્ચર્યથી જેમ વચન બોલે છે. ૪૧. - ટીકર્થે–અહો મહા કષ્ટ છે કે વિવેકથી રહિત, દષ્ટિ અને બુદ્ધિને પ્રત્યક્ષ એવા આ મનુષ્ય લેકને વિષે અરૂપી એવા આત્મામાં સાકારપણુની ભ્રાંતિ થાય છે, તેથી તેને જ્ઞાની પુરૂષ આશ્ચર્યની જેમ જુએ છે, તથા આશ્ચર્યની જેમ તેને માટે વચન બોલે છે. અર્થાત
અહે! આ લેકે અમૂર્ત આત્માને પણ મૂર્તિમાન માને છે!” એમ બેલે છે. ૪૧.
મૂર્તપણું માનવામાં વેદના કારણભૂત છે, તેનું નિરાકરણ કરે છે–
वेदनाऽपि न मूर्तत्वनिमित्ता स्फुटमात्मनः । - पुद्गलानां तदापत्तेः किं त्वशुद्धस्वशक्तिजा ॥ ४२ ॥
મૂલાર્થ –નિએ વેદના પણ આત્માન મૂર્તિપણામાં કારણભૂત નથી. કેમકે જે તેમ હોય તે પુગળને તે વેદનાની પ્રાપ્તિ થશે. પરંતુ તે વેદના તે અશુદ્ધ એવી પિતાની (જીવની) શક્તિથી જ ઉત્પન્ન થયેલી છે. ૪૨.
ટીકાર્ચ–નિશે વેદના પણ એટલે સુખ દુઃખાદિકનો અનુભવ પણ જીવન રૂપીપણામાં નિમિત્ત-કારણું નથી. કારણ કે જે તેમ હોય તે એટલે રૂપિીપણામાં નિમિત્ત હોય તે પુગળ પરમાણુને પણ તે વેદનાની પ્રાપ્તિ થશે; કેમકે પરમાણુ મૂર્તિમાન છે, છતાં તે વેદનાને અનુભવ તે પરમાણુઓને વિષે છે નહીં, માટે વેદનાનું કારણ મૂર્તપણું થઈ શકશે નહીં, પરંતુ વેદનાનું કારણ શું છે? તે તું સાંભળ–અશુદ્ધ એટલે કર્મના સંગથી મલીન થયેલી સ્વશક્તિથી એટલે અશુદ્ધ ચેતનાના ઉપયોગથી ઉત્પન્ન થયેલી વેદના છે. અર્થાત્ જીવને અશુદ્ધ ચેતનાએ કરેલે સુખ દુઃખાદિકને અનુભવ થાય છે. ૪૨.
Aho! Shrutgyanam