________________
૪
અધ્યાત્મસાર ભાષાંતર.
जीवो जीवति न प्राणैर्विना तैरेव जीवति । इदं चित्रं चरित्रं के हन्त पर्यनुयुञ्जताम् ॥ ५८ ॥ મૂલાર્થ—જે પ્રાણા વિના જીવ જીવતા નથી, તેજ પ્રાણા વિના જીવ જીવે છે. આ આશ્ચર્યકારક ચરિત્રને કોણ જાણી શકે? ૫૮.
ટીકાર્ય—આત્મા જે પ્રાણા વિના એટલે આયુષ્ય વિગેરે દ્રવ્ય પ્રાણા વિના જીવતા નથી એટલે મનુષ્યાદિકપણાને ધારણ કરતા નથી. અહીં વ શબ્દ નિશ્ચય અર્થમાં છે. તેથી કરીને જે દ્રવ્યપ્રાણાથી રહિત સતા તે જીવતા નથી, તે જ આયુષ્યાદિક પ્રાણાત્રિના તે જીવે છે એટલે જીવપણાનું અને સિદ્ધપણાનું પાલન કરે છે. આ હમણાં દેખાડેલા આશ્ચર્યકારક ચરિત્રને એટલે ચૈતન્યની લીલાને હું ભદ્ર! કાણુ એટલે કયા પંડિતા જાણી શકે ? એટલે સમાધાનને માટે પ્રશ્નના વિષય કરી શકે? કોઇજ નહીં. આ ત્રણે લાકનું તાત્પર્ય એ છે કે-ઇંદ્રિય, બળ, શ્વાસાફ્સ અને આયુષ્ય એ ચાર ભેદવાળા દ્રવ્ય પ્રાણા પુળથી ઉત્પન્ન થયેલા જાણવા તથા પેાતાની જાતિની તથા વ્યક્તિની શક્તિભૂત જીન, વીર્ય, સદાશ્વાસ તથા નિત્યસ્થિતિ રૂપ ચાર પ્રકારના ભાવપ્રાણા ૠણવા. સંસારી જીવ જે દ્રવ્યપ્રાણા વિના જીવતા નથી, તે જ દ્રવ્ય પ્રાણા વિના સિદ્ધના વા જીવે છે, એ આશ્ચર્યકારક ચરિત્ર છે. ૫૮. હવે પુણ્ય પાપથકી આત્માનું ભિન્નપણું કહે છે. नात्मा पुण्यं न वा पापमेते यत्पुद्गलात्मके । आद्यबालशरीरस्योपादानत्वेन कल्पिते ॥ ५९ ॥
[ ૧૪
મૂલાથે—આત્મા પુણ્યરૂપ નથી અથવા પાપરૂપ પણ નથી. કે તે પુણ્યપાપ પુદ્ગળરૂપ છે અને પ્રથમ માળ શરીરના ઉપાદાન કારણપણે કલ્પના કરેલાં છે. પુ
કારણ
ટીકાથે—જીવ પુણ્યરૂપ એટલે શુભ પ્રકૃતિરૂપ કર્મ નથી, અથવા પાપ એટલે અશુભ પ્રકૃતિરૂપ કર્મ પણ નથી. કારણ કે તે પુણ્ય અને પાપ પુદ્ગળરૂપ એટલે પુદ્ગળથી ઉત્પન્ન થયેલ અર્થાત્ પુદ્ગળના સ્વભાવ છે, અને આત્મા તો ચૈતન્ય સ્વભાવ છે. તથા તે પુણ્ય અને પાપ જીવને ભવાંતરની પ્રાપ્તિના પ્રથમ સમયમાં આરંભેલા ખાળશરીરના ઉપાદાનપણે એટલે શરીરાદિક નામકર્મવડે કરીને તે શરીરાદિકને ઉત્પન્ન કરવાના કારણપણે કલ્પેલાં-અંગીકાર કરેલાં છે. પ. पुण्यं कर्म शुभं प्रोक्तमशुभं पापमुच्यते ।
तत् कथं तु शुभं जन्तून् यत्पातयति जन्मनि ॥ ६० ॥
Aho! Shrutgyanam