________________
s
પ્રબંધ.]
આભાનાધિકાર. મૂલાર્થ–જેમ આકાશમાં ગંધર્વનગરાદિકને આડંબર દેખાય છે તે મિથ્યા છે, તેમ સંગથી ઉત્પન્ન થયેલે સર્વ વિલાસ વ્યર્થ મિથ્યા છે. ૩૦.
ટીકાર્ય–જેમ સંધ્યા સમયે આકાશમાં ગંધર્વનગરાદિકને એટલે પંચવણું કરીને યુક્ત એવાં વાદળાને આડંબર સૂર્યના કિરણેના સંગથી થાય છે, પણ તે સત્ય નથી; તેજ પ્રકારે જીવ અને કર્મના સંગથી ઉત્પન્ન થયેલે સમગ્ર વિલાસ-વર્તમાન જન્મ વિગેરે પદાર્થને ઉલ્લાસ વ્યર્થ આકારવાળે દેખાય છે. પણ તે સત્ય નથી. ૩૦. .
इति शुद्धनयायत्तमेकत्वं प्राप्तमात्मनि ।
अंशादिकल्पनाप्यस्य नेष्टा यत्पूर्णवादिनः ॥ ३१ ॥ મૂલાર્થ–ઉપર પ્રમાણે આત્માને વિષે શુદ્ધ નયને આધીન એવું એકત્વ પ્રાપ્ત થયું છે. કારણ કે પૂર્ણવાદી એવા આ શુદ્ધ દ્રવ્યાર્થિક નયને અંશાદિકની કલ્પના પણ ઇષ્ટ નથી. ૩૧.
ટીકાર્ચ–આ પ્રમાણે એટલે પૂર્વ કહ્યા પ્રમાણે જીવનને વિષે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના પક્ષને આધીન એવું એકત્વ એટલે ભેદરહિતપણું પ્રાપ્ત થયું. કારણ કે પૂર્ણવાદી એટલે સમગ્ર સ્વરૂપના ગ્રહણે કરીને વસ્તુને કહેવાના સ્વભાવવાળા આ શુદ્ધ દ્રવ્યાર્થક નયને અંશાદિકની કલ્પના પણ એટલે દેશશુદ્ધિ વિગેરે ભેદ તથા દેશ પ્રદેશના વિભાગ વિગેરે જેને વિષે છે એવી કલ્પના પણ ઇષ્ટ એટલે પ્રમાણુરૂપ નથી. તે સંપૂર્ણ વસ્તુને કહેનાર હોવાથી દેશશુદ્ધિ વિગેરેને તે ન માનતા નથી. ૩૧.
પૂર્વે કહેલા સમગ્ર અર્થમાં સિદ્ધાંતની સંમતિ દેખાડે છે- एक आत्मेति सूत्रस्याप्ययमेवाशयो मतः ।
प्रत्यग्ज्योतिषमात्मानमाहुः शुद्धनयाः खलु ॥ ३२॥
મૂલાર્થ–આત્મા એક છે આ સૂત્રને પણ અભિપ્રાય ઉપર કહો તે જ માને છે. કારણ કે શુદ્ધ નોએ આત્માને શુદ્ધ જાતિવાળ કહેલો છે. ૩ર.
ટીકાર્થ–સમગ્ર અસંખ્ય પ્રદેશેએ કરીને તથા જ્ઞાનાદિકે કરીને આત્મા-જીવ એકજ છે. આ પ્રમાણે સ્થાનાંગમાં કહેલા જ આવાઆત્મા એક છે” એ સૂત્રનો પણ આ પૂર્વે કહેજ અભિપ્રાય માને છે એટલે પૂર્વના આચાર્યોએ પ્રમાણિત કર્યો છે. કારણ કે શુદ્ધ ન એટલે ઉત્પાદ અને વ્યયને ત્યાગ કરીને પૂર્ણ વસ્તુને ગ્રહણ કરનારા
૪૫
Aho! Shrutgyanam