________________
૩૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪
સંગ્રહ નયના વાદે આત્માને-જીવને પ્રત્યજ્યોતિષવાળા એટલે અંધ અને માક્ષની અપેક્ષારહિત શુદ્ધ જ્યોતિષવાળા કહે છે. ૩૨. હવે આત્માની પાસે પ્રાર્થના કરે છે.प्रपञ्चसञ्चयक्लिष्टान्मायारूपाद्विभेमि ते ।
प्रसीद भगवन्नात्मन् शुद्धरूपं प्रकाशय ॥ ३३ ॥ મૂલાર્થ—ન્હે ભગવાન્ આત્મા ! પ્રપંચના સમૂહથી `ક્લિષ્ટ એવા તારા માયાના સ્વરૂપથી હું ભય પામું છું. માટે તું મારાપર પ્રસન્ન થા અને તારા શુદ્ધ સ્વરૂપના પ્રકાશ કર. ૩૩.
ટીકાથે—જન્માદિકના વિસ્તારરૂપ પ્રપંચના સમૂહથી ક્લિ-ફ્લેશકારક એવા તારા માયાના સ્વરૂપથી-અજ્ઞાનરૂપ માયાથી ઉત્પન્ન થયેલા સંચાગથી હું ભય પામું છું. માટે હે ભગવાન–જ્ઞાનાદિમાનૢ આત્મા– ચેતન! મારા પર કૃપા કર, અને તારૂં શુદ્ધ સ્વરૂપ-મૂળ સ્વરૂપ પ્રગટ કર એવી હું પ્રાર્થના કરૂં છું. ૩૩,
–
આત્માની એકતા કહી. હવે ફરીને વ્યવહારનયના મત બતાવવા પૂર્વક નિશ્ચય નયના મતવડે આત્માનું દેહથી ભિન્નપણું કહે છે.देहेन सममेकत्वं मन्यते व्यवहारवित् । कथञ्चिन्मूर्ततापत्तेर्वेदनादिसमुद्भवात् ॥ ३४ ॥ મૂલાથે-વ્યવહારને જાણનારા પુરૂષ દેહની સાથે આત્માનું એકત્વ માને છે. કારણ કે આત્માને કાઇક પ્રકારે પણ મૂર્તિપણાની પ્રાપ્તિ થવાથી વેદનાદિકની ઉત્પત્તિ થાય છે. ૩૪.
ટીકાથે—વ્યવહારને એટલે વિશેષને ગ્રહણ કરનાર-દ્રવ્યાધિક નયને જાણનાર પુરૂષ આત્માના શરીર સાથે અભેદ માને છે. વેદનાદિકની ઉત્પત્તિ છે માટે, એટલે દેહવડે અનુભવ કરાતા સુખદુઃખાદિકની વેદનાની આત્માને વિષે ઉત્પત્તિ થાય છે, માટે કાઈ પણ અંશે કરીને આત્માને સાકારપણાની પ્રાપ્તિ થાય છે, અને તેથી કરીને વેદનાના અનુભવ થાય છે, માટે દેહની સાથે આત્માના અભેદ માને છે. ૩૪. तन्निश्चयो न सहते यदमूर्ती न मूर्तताम् । अंशेनाप्यवगाहेत पावकः शीततामिव ॥ ३५ ॥
મૂલાથે—તે વાત નિશ્ચય નય સહન કરતા નથી. (સ્વીકારતા નથી) કારણ કે જેમ અગ્નિ શીતપણાને પામતા નથી, તેમ અમૂર્ત આત્મા મૂર્તપણાને લેશમાત્ર પણ પામતા નથી. ૩૫.
Aho! Shrutgyanam