________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૩૪૯
પ્રકારે જે જ્ઞાનને વિષે યથાર્થ સ્વરૂપના નિશ્ચય થયેા નથી એવા જ્ઞાને કરેલા ઉન્માદવાળા પુરૂષ, આત્મા એક છતાં પણ તેને અનેક પ્રકારના માને છે; પણ સામાન્ય કરીને જાતિવડે આત્મા એક જ છે એમ તે જાણતા નથી. ૨૦.
ફ્રીને દૃષ્ટાંત આપે છે.—
यथानुभूयते ह्येकं स्वरूपास्तित्वमन्वयात् । सादृश्यास्तित्वमप्येकमविरुद्धं तथात्मनाम् ॥ २१ ॥
મૂલાથે—જેમ અન્વયથી આત્માના સ્વરૂપનું અસ્તિત્વ એક જ અનુભવાય છે, તેમ અત્માનું સાઢય અસ્તિત્વ પણ એક જ છે, તેમાં કાંઈપણ વિરોધ નથી. ૨૧.
ટીકાર્ય—જેમ અન્વયથી એટલે સર્વે આત્મામાં અસ્તિપણાના સંબંધથી જીવાના સ્વરૂપનું અસ્તિત્વ એટલે સ્વભાવનું વિદ્યમાનપણું એક જ અનુભવાય છે—બુદ્ધિને પ્રત્યક્ષ થાય છે, તે જ પ્રકારે સમાનપાનું અસ્તિત્વ પણુ અન્વયથી આત્માને વિષે એક જ છે, તે અવિરૂદ્ધ-દૂષિત છે. ૨૧.
सदसद्वादपिशुनात् संगोप्य व्यवहारतः ।
दर्शयत्येकतारलं सतां शुद्धनयः सुहृत् ॥ २२ ॥ મૂલાથશુદ્ધ નયરૂપી મિત્ર સ્યાદ્વાદને જણાવનારા વ્યવહારથી રક્ષણું કરીને સત્પુરૂષોને એકતારૂપ રન દેખાડે છે. ૨૨.
ટીકાર્ચ—શુદ્ધ નય એટલે અત્યંત શુદ્ધ સત્તાને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિક નય-મહાસામાન્યને ગ્રહણ કરનાર વાણીના માર્ગ, તેરૂપ મિત્ર સત્પુરૂષને સત્ તથા અસાદ એટલે નિત્ય, અનિત્ય, એકત્વ, અનેકત્વ વિગેરે રૂપ વસ્તુસ્વરૂપના ઉપદેશ કરનાર જે સ્યાદ્વાદ તેને જણાવનાર વ્યવહારથકી એટલે સૂક્ષ્મ, માદર વિગેરે અનેક ભેદે કરીને આત્માનું પ્રતિપાદન કરનાર અશુદ્ધ દ્રાર્થિક નયથકી રક્ષણ કરીને એકતારનને' એટલે સર્વ આત્માના અભેદરૂપ મણિને દેખાડે છે, અર્થાત્ શુદ્ધ દ્રાર્થિક નય સર્વે જીવાની એકતા સિદ્ધ કરે છે. ૨૨. नृनारकादिपर्यायैरप्युत्पन्नविनश्वरैः ।
भिन्नैर्जहाति नैकत्वमात्मद्रव्यं सदान्वयि ॥ २३ ॥
C
મૂલાથે—ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા ભિન્ન ભિન્ન મનુષ્ય, નારકી વિગેરે પર્યાયેાવડે પણ નિરંતર અન્વયવાળું આત્મદ્રવ્ય એકપણાને છોડતું-તજતું નથી. ૨૩.
Aho! Shrutgyanam