________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર. .
૩૫
વિભક્તિના પ્રયાગમાં પણ ઘટતું રૂપ ઘટથી જૂદું નથી, છતાં ત્યાં વિકહપથી–પનાના આરોપથી થયેલા ભેદ છે. તેજ પ્રકારે આત્માના તથા ગુણાના એટલે જ્ઞાનાદિક જીવધર્મોના પરસ્પર ભેદ તાત્વિક–સત્ય નથી. પરંતુ ષષ્ઠીવિભક્તિના પ્રયોગથી વ્યવહાર નચે કરેલા ભેદ છે. પરમાથે તેા તેના અભેદજ છે. ૯.
शुद्धं यदात्मनो रूपं निश्चयेनानुभूयते । व्यवहारो भिदाद्वारानुभावयति तत्परम् ॥ १० ॥ મૂલાથે—આત્માનું જે શુદ્ધ સ્વરૂપ નિશ્ચયવડે અનુભવાય છે, તે ઉત્કૃષ્ટ સ્વરૂપના વ્યવહાર નય ભેદદ્વારા અનુભવ કરાવે છે. ૧૦.
ટીકાર્થ—જેવું જીવનું શુદ્ધ-સ્વાભાવિક નિર્મળ રૂપ-સ્વભાવ નિશ્ચય નયની દૃષ્ટિવડે અનુભવાય છે એટલે આ સમગ્ર ગુણવાળા ગુણીજ છે' એવી બુદ્ધિવડે પ્રત્યક્ષ કરાય છે, પરંતુ તે રૂપના વ્યવહાર નય ભેદબુદ્ધિારાએ અનુભવ કરાવે છે એટલે આ ગુણુ છે અને આ ગુણી છે' એમ પાતાના અનુભવના વિષય કરે છે. ૧૦.
वस्तुतस्तु गुणानां तद्रूपं न स्वात्मनः पृथक् ।
आत्मा स्यादन्यथाऽनात्मा ज्ञानाद्यपि जडं भवेत् ॥११॥ મૂલાથે—ખરી રીતે તે તે ચુણાનું સ્વરૂપ આત્માથી ભિન્ન નથી. અન્યથા આત્મા અનાત્મારૂપ થશે, અને જ્ઞાનાદિક પણ જડ થશે. ૧૧.
ટીકાઈ-વાસ્તવિક રીતે જોતાં તા જ્ઞાનાદિક ગુણાના સ્વભાવસ્વરૂપ પેાતાના આધારભૂત જીવથકી ભિન્ન નથી. પેાતે આત્મા ગુણુરૂપ છે અન્યથા એટલે ગુણુ અને ગુણીના સર્વથા ભેદ કહીએ તે આત્મા–જીવ અનાત્મા-અજીવ (જડ) થઈ જશે. અર્થાત્ નાનાદિકના સંબંધ ન હેાવાથી મરેલાના શરીરની જેમ જડ થશે. તથા જ્ઞાનાદિક ગુણા પણ જડ થશે એટલે ઇષ્ટ અને અનિષ્ટને નહીં જાણનારા થશે. કારણ કે અચેતન હોવાને લીધે કાષ્ટના કકડો, કાષ્ટના વર્ણ વિગેરે ગુણસમૂહની જેમ અથવા આકાશની જેમ જડ થશે. ૧૧. चैतन्यपरसामान्यात्सर्वेषामेकतात्मनाम् ।
निश्चिता कर्मजनितो भेदः पुनरुपप्लवः ॥ १२ ॥ મૂલાર્થ—નિશ્ચય નયવડે કરીને સર્વે આત્માઓની ચૈતન્યરૂપ મહાસામાન્યપણાને લીધે એકતા છે, પણ કર્મથી ઉત્પન્ન થયેલા ભેદ તેમાં ઉપપ્લવરૂપ છે. ૧૨.
૪૪
Aho! Shrutgyanam