________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ ષષ્ટટીકર્થસ એટલે સમગ્ર વિશ્વમાં રહેલા એકેદ્રિયાદિક જીની ચેતનપણારૂપ મહાસામાન્યતાના સંગ્રહથી એકતા-અભિન્નતા છે. કેમકે બ્રાહ્મણત્વની જેમ જીવત્વરૂપ જાતિ એકજ છે. પણ નિશ્ચય વડે તે કર્મ કરેલે ભેદ-જ્ઞાની અજ્ઞાનીત્વ વિગેરે ભિન્નતા ઉપપ્પવરૂપ છે. એટલે આવરણરૂપ રાહુએ ઉત્પન્ન કરેલા જીવરૂપી સૂર્યના ઉપરાગ (ગ્રહણ) રૂપ છે, એ રીતે નિશ્ચય નય માને છે. ૧૨.
मन्यते व्यवहारस्तु भूतग्रामादिभेदतः। जन्मादेश्च व्यवस्थातो मिथो नानात्वमात्मनाम् ॥ १३ ॥ મૂલાર્થ–વ્યવહાર નય પ્રાણુ સમૂહના ભેદથી તથા જન્માદિકની વ્યવસ્થાથી આત્માઓનું પરસ્પર વિવિધપણું માને છે. ૧૩.
ટકાથે-વ્યવહાર નય પ્રાણીઓના એટલે એકેદ્રિયાદિક ચૌદ પ્રકારના જીના સમૂહાદિકના ભેદથી, આદિ શબ્દ કરીને ગતિ, વેદ વિગેરે જાણવા. તેનાથી તથા જન્માદિકની એટલે ભવાંતરને વિષે ઉત્પત્તિ (જન્મ), જરા, મરણ, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અજ્ઞાન વિગેરેની વ્યવસ્થાથી-જુદી જુદી મર્યાદા હોવાને લીધે જીવનું પરસ્પર વિવિધપણું-ભિન્નતા માને છે. ૧૩.
न चैतन्निश्चये युक्तं भूतग्रामो यतोऽखिलः। નામ પ્રવૃત્તિ માવો નામનઃ પુનઃ ૨૪ -
મૂલાર્થ–તે જીવોનું વિવિધપણું નિશ્ચય નયને વિષે યુક્ત નથી. કારણ કે સમગ્ર પ્રાણસમૂહની ભિન્નતા નામકર્મની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ છે, તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. ૧૪.
ટીકર્થ– નિશ્ચય નયને વિષે તે ઉપર કહેલું આત્માનું વિવિધપણું ઘટતું નથી-યુક્ત નથી. કારણ કે સમગ્ર ચૌદ પ્રકારનો જીવસમૂહ નામકર્મની પ્રકૃતિથી એટલે નામ સંજ્ઞાવાળા કર્મની ગતિ, જાતિ વિગેરે પ્રકૃતિઓથી–ભેદથી ઉત્પન્ન થયેલું છે. પરંતુ તે આત્માને સ્વભાવ એટલે આત્માના સ્વરૂપથી ઉત્પન્ન થયેલે ભેદ નથી. અર્થાત્ સર્વ ભેદને પ્રકાર નામકર્મની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ છે. ૧૪.
जन्मादिकोऽपी नियतः परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ॥१५॥
મૂલાર્થ-જન્મ વિગેરે ભેદ પણ નિશ્ચ કર્મને જ પરિણામ છે. અને તે કર્મવડે કરેલે ભેદ અવિકારી આત્માને વિષે હેતે નથી. ૧૫.
Aho! Shrutgyanam