________________
પ્રબંધ.]
ધ્યાનાધિકાર. _જીવાત્મા અને પરમાત્માની ઐક્યતા કરનારા ગુણવડે ધ્યાનની સ્તુતિ કરે છે• आत्मनो हि परमात्मनि योऽभूदेदबुद्धिकृत एव विवादः। ... ध्यानसन्धिकृदमुं व्यपनीय द्रागभेदमनयोर्वितनोति ॥१८॥ • મલાર્થ-જીવાત્માને પરમાત્માને વિષે જે પ્રથમ માત્ર ભેદબુદ્ધિથીજ કરેલે વિવાદ હતું, તે વિવાદને ધ્યાનરૂપી સંધિકાર દૂર કરીને તત્કાળ તે બન્નેને અભેદ (ઐક્યતા) વિસ્તાર છે. ૧૮૦.
ટીકાર્થ–આત્માને એટલે સંસારી જીવને પરમાત્માને વિષે એટલે સિદ્ધ-બ્રહ્મને વિષે જે વિદ્વાન પુરૂષમાં પ્રસિદ્ધ એ ભેદબુદ્ધિથી કરે એટલે સિદ્ધપણું અને સંસારીપણું એ પ્રમાણે ભિન્નતારૂપ જે વિવાદ એટલે બન્નેને અત્યંત પૃથક્ વ્યવહાર પ્રથમ હતું, તે વિવાદને પણ ધ્યાનરૂપી સંધિકાર–લડાઈની શાંતિ કરનાર તત્કાળ દર કરીને તે આત્મા અને પરમાત્માના અભેદને–સિદ્ધપણુની પ્રાપ્તિ કરીને ઐકયતાને વિસ્તારે છે–સાદિ અનંત ભાંગે પ્રતિપાદન કરે છે. ૧૮૦
થાનની અમૃતપણે કરીને સ્તુતિ કરે છે– कामृतं विषभृते फणिलोके व क्षयिण्यपि विधौ त्रिदिवे वा। क्वाप्सरोरतिमतां त्रिदशानां ध्यान एव तदिदं बुधपेयम् १८१ - મૂલાર્થ–વિષથી ભરેલા નાગલોકને વિષે અમૃત કયાંથી હોય? ક્ષય પામનારા ચંદ્રને વિષે પણ અમૃત કયાંથી હોય? અથવા સ્વર્ગમાં અપ્સરાઓની પ્રીતિવાળા દેવતાઓને પણું અમૃત કયાંથી હોય? પરંતુ પંડિતને પાન કરવા લાયક એ અમૃત ધ્યાનને વિષેજ રહેલું છે. ૧૮૧.
કીકાળું—વિષથી ભરેલા એટલે વિષથી પૂર્ણ એવા નાગલેક-પાતા-ળને વિષે અમૃત ક્યાં છે? વિષવડે પૂર્ણ હોવાથી ત્યાં અમૃત છે જ નહીં. તથા ક્ષયવાળા એટલે કૃષ્ણપક્ષમાં પ્રતિદિન હાનિ પામતા ચંદ્રને વિષે પણ તે અમૃત કયાં છે? ચંદ્રને ક્ષય થાય છે, તેથી ત્યાં અમૃતનું હોવાપણું જ નથી. અથવા દેવલોકને વિષે દેવાંગનાઓના વિલાસવાળા ત્રિદશેને એટલે જેમને હમેશાં ત્રીજી દશા– વનાવસ્થા હોય છે એવા દેવતાઓને પણ અમૃત કયાં છે? કારણ કે સ્વર્ગના જીવોને પણ પ્રાણત્યાગ જોવામાં આવે છે. તેથી કરીને તત્ત્વજ્ઞાની પંડિતોએ પીવાલાયક એ અમૃત તે ધ્યાનને વિષે જ રહેલું છે એમ કહ્યું છે. કારણ કે ધાનવાળાનેજ અજરામરપણાની પ્રાપ્તિ થતી હોવાથી ત્યાં અમૃતનું ફળ પ્રસિદ્ધ પણે છે. ૧૮૧
Ahoi Shrutgyanam