________________
પ્રબંધ ]
અંસમહના ત્યાગ.
૨૦૧
સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવામાં સમર્થ એવી પુસ્તકના જ્ઞાનવાળી બુદ્ધિક તથા આદિ શબ્દને લીધે ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા વિગેરેના યાગથી એટલે કાયોત્સર્ગાદિક ક્રિયામાં ઉપયોગથી ઉપર કહેલા જ્ઞાનયોગનું ઉલ્લં ઘન નહીં થવાને લીધે એટલે આ રીતે કરેલા કર્મયોગ પણ્ જ્ઞાનયોગપણાને જ પામે છે અને તેથી અક્ષત એટલે પરિપૂર્ણ એવા મેાક્ષના હેતુભૂત થાય છે. કારણ કે તેથી મનનો નિરોધ થાય છે, તથા કર્મની નિર્જરા પણ થાય છે. ૨૦.
કર્મયોગ અને જ્ઞાનયોગના કારણ અને કાળથી કરેલા વિભાગ કહે છે.अभ्यासे सत्क्रियापेक्षा योगिनां चित्तशुद्धये । ज्ञानपाके शमस्यैव यत्परैरप्यदः स्मृतम् ॥ २१ ॥
મૂલાથે—યોગીઓને અભ્યાસકાળે ચિત્તની શુદ્ધિ માટે સક્રિયાની અપેક્ષા છે, અને જ્ઞાનના પરિપાકને વિષે કેવળ શમની જ અપેક્ષા છે. તે વિષે અન્યદર્શનીઓએ પણ કહ્યું છે. ૨૧.
ટીકાથે—મુનિઓને અભ્યાસકાળે એટલે ધ્યાનયોગની સમીપ જવા માટે જે અનુષ્ઠાન વિશેષ કરવામાં આવે તે વખતે ચિત્તની શુદ્ધિને માટે એટલે મનને સ્થિર અને નિર્મૂળ કરવા માટે સર્વજ્ઞે કહેલી અને વિધિથી શુદ્ધ એવી આવશ્યકાદિક ક્રિયાની અપેક્ષા છે–ક્રિયા કરવી યોગ્ય છે. અને જ્ઞાનના પરિપાક થાય ત્યારે એટલે સૂક્ષ્મ સૂક્ષ્મતર અર્થને ગ્રહણ કરવાની નિપુણતા, જ્ઞાનાવરણુના ક્ષાપશમનું આધિય અને ક્રિયાવડે સાધ્ય એવા આત્માને વિષે ઉપયોગસંહિત કરવાની શક્તિથી યુક્ત એવા જ્ઞાનની પ્રાપ્તિ સિદ્ધ થાય ત્યારે કેવળ અન્ય વ્યતિરિક્ત એક શમની જ-મનરૂપ ઇન્દ્રિયના દમનની જ અપેક્ષા છે. આ વિષે ખીજાએ એટલે વ્યાસાદિકે પણ નીચે પ્રમાણે કહ્યું છે, ૨૧,
તે જ કહે છેઃ
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥ २२ ॥
મૂલાથે—યોગને આરોહણ કરવા ઇચ્છતા મુનિને તે તે યોગનું કારણુ કર્મ કહેવાય છે, અને યાગને આરૂઢ થએલા ( થયા પછી ) તે જ મુનિને સમતારૂપ કારણ કહેવાય છે. રર.
ટીકાઈ—યાનાદિક યોગમાં તથા મન શુદ્ધિમાં આરોહણ કરવાને ઇચ્છતા મુનિને કર્મરૂપ કારણ એટલે શુભ ક્રિયારૂપ હેતુ હોય છે, એમ
Aho! Shrutgyanam