________________
૧.
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમ
પૃચ્છના વિગેરે આલંબનને આશ્રય કરનારા યાગી સત્-પ્રધાન ફળદાયક શ્રેષ્ઠ ધર્મધ્યાનને વિષે આરોહણ કરે છે. અર્થાત્ ધ્યાનરૂપી પ્રાસાદના શિખરપર ચડી જાય છે. ૧૧૫
આલંબનની જ સ્તુતિ કરે છે.-~~~ आलंबनादरोद्भूतप्रत्यूहक्षय योगतः ।
ध्यानाद्यारोहण शो योगिनां नोपजायते ॥ ११६ ॥ મૂલાથે આલંબનને વિષે આદર કરવાથી ઉત્પન્ન થયેલા વિજ્ઞોના નાશના યોગને લીધે યાગીઓને ધ્યાનરૂપી પર્વતપર આરાહ કરતાં ભ્રંશ-પાત થતા નથી. ૧૧૬.
ટીકાર્થ—પૂર્વે કહેલા આલંબનને વિષે આદર-બહુમાન અર્થાત્ આત્યંતર પ્રીતિ કરવાથી ઉત્પન્ન થયેલા પ્રત્યૂહના એટલે ધ્યાન સંબંધી વિદ્યોના વિનાશના ચેોગથી એટલે વિદ્યના અભાવની પ્રાપ્તિથી યાગીઓનેધ્યાનીને ધ્યાનરૂપી પર્વત ઉપર ચડતાં એટલે આલંબનરૂપ પગથીયાના ભાર્ગવડે શિખર પર જતાં ભ્રંશ એટલે અધઃપતન કદાપિ થતું નથી. ૧૧૬.
હવે ક્રમનું દ્વાર કહે છે.~~
मनोरोधादिको ध्यानप्रतिपत्तिक्रमो जिने ।
शेषेषु तु यथायोगं समाधानं प्रकीर्तितम् ॥ ११७ ॥ ભૂલાથે—કેવળીને વિષે મનના રોધને આદિ લઇને ધ્યાનની પ્રાસિના ક્રમ છે. અને બીજાઓને વિષે તે યથાયોગ્ય સમાધાન કહેલું
છે. ૧૧૭.
ટીકાથે—કેવળીને વિષે મેાક્ષમાં જતી વખતે મનના ોધને આદિ લઇને એટલે પ્રથમ બાદર મનાયાગને, પછી સૂક્ષ્મ મનાયોગને રૂંધે, પછી માદર વાગ્યેાગને, પછી સૂક્ષ્મ વાગ્યોગને, પછી ખાદર કાયયોગને અને પછી સૂક્ષ્મ કાયયોગને રૂંધે, એ ક્રમ પ્રમાણે મન, વચન અને કાયાના વ્યાપારને મૂળથીજ અભાવ કરે છે. એ રીતે ધ્યાનની પ્રાપ્તિના ક્રમ-પરિપાટી હોય છે. અને બીજાને વિષે એટલે જેઓ કેવળી ન હાય એવા અપ્રમત્તાદિક છદ્મસ્થ ધ્યાનીને વિષે તા યથાયેાગ્ય એટલે પાતપાતાની ચાગ્યતા પ્રમાણે સમાધાન એટલે મનાયેાગ વિગેરેની સ્થિરતા જ કરવાની છે એમ કહ્યું છે, પણ ક્રમે કરીને તેના નિરોધ કરવાનું કહ્યું નથી. ૧૧૭.
Aho! Shrutgyanam