________________
૩૧૪. અધ્યાત્મસાર ભાષાંતર
પંચમસાનું ધ્યાન કરવું. જેમ કે-અહે! સકલ દેષથી રહિત જિનેશ્વરની આજ્ઞા છે, વળી તે અસવૈજ્ઞાની કહેલી. નથી, તેવા પ્રકારની આજ્ઞા જગતમાં હરિ, હર વિગેરે કોઈ પણ દેવની નથી. તેથી તે જિનેશ્વરની આજ્ઞાને હું ભળું છું. આ રીતે સર્વત્ર યોજના જાણું લેવી. તથા હેતુ-જીવનું અનાદિપણું જણાવનારા હેતુઓ તથા સંસારની અસારતા વિગેરે દેખાડનારા ઉદાહરણે એટલે અન્વય અને વ્યતિરેક દુષ્ટતાએ કરીને યુક્ત, તથા અપ્રમાણુ એટલે પ્રમાણને અભાવ-અયથાર્થ અનુભવ અર્થાત ભ્રાંતિજ્ઞાન, તેણે કરીને અકલંકિત એટલે તેવા દોષરહિત એવી જિનેશ્વરની આજ્ઞાનું દ્વાદશાંગીરૂપ વાણુનું ધ્યાન કરવું–એટલે અહે! નયવડે નિપુણુ અને કલંક વિનાની જિનવાણી છે એમ એકાગ્ર ચિત્ત કરીને ચિંતવન કરવું, તે આજ્ઞાવિચય નામનો પહેલે ભેદ સમજ. ૧૧૯
હવે બીજો ભેદ કહે છે – रागद्वेषकषायादिपीडितानां जनुष्मताम् । ऐहिकामुष्मिकांस्तांस्तानानापायान् विचिन्तयेत्॥१२०॥ મૂલાઈ–રાગ, દ્વેષ અને કષાય વિગેરેથી પીડા પામેલા જીવોના આ લેક તથા પરલેક સંબંધી તે તે પ્રકારના વિવિધ કોણેને વિચાર કરે. ૧૨૦
ટીકાઈ–રાગ એટલે ખુશી થવું, અભિલાષા કરવી વિગેરે પ્રેમની ક્રિયા, દ્વેષ એટલે અપ્રીતિ અરૂચિ વિગેરેના પરિણુમથી ઉત્પન્ન થયેલી દ્વેષ ક્રિયા, અને કષાય એટલે ક્રોધ, અભિમાન, કપટ અને તૃષ્ણના આવેશથી ઉત્પન્ન થયેલી કિયા, એનાથી અને વિગેરે શબ્દથી વિષય, અજ્ઞાન વિગેરેથી પીડા પામેલા એટલે જેના અભિમાનને નાશ કર્યો છે, એવા જન્મ ધારણ કરનારા પ્રાણુઓના આલેક એટલે વર્તમાન ભવ અને પરલોક એટલે પરભવ સંબંધી તે તે એટલે ઘણું હોવાથી કહી ન શકાય તેટલા નાના પ્રકારના અપાયને એટલે શારીરિક અને માનસિક છેદન, ભેદન, અપમાન, દુર્લભ આજીવિકા તથા દુર્ગતિ વિગેરે ઉત્પન્ન થયેલાં વિવિધ પ્રકારનાં કોને વિચાર કરે. એટલે અહે! રાગાદિકથી કેવા પ્રકારને ભયાનક કષ્ટસમૂહ પ્રાણુઓને પ્રાપ્ત થાય છે? એ પ્રમાણે કરૂણરસને વિષે તન્મય થવું તે અપાયરિચય નામને બીજો ભેદ સમજવી. ૧૨ Aho ! Shrutgyanam