________________
પ્રબંધ ]
ધ્યાનાંધિકાર.
૩૫
હવે ત્રીજો ભેદ કહે છે.
ध्यायेत्कर्मविपाकं च तं तं योगानुभावजम् । प्रकृत्यादिचतुर्भेदं शुभाशुभविभागतः ॥ १२१ ॥ ભૂલાથે—તે તે યોગના પ્રભાવથી ઉત્પન્ન થયેલા અને પ્રકૃતિબંધ વિગેરે ચાર પ્રકારના અંધવાળા કર્મોના વિપાકનું શુભ અને અશુભના વિભાગથી ધ્યાન કરવું. ૧૨૧.
ટીકાથે—જે જે કર્મવિપાકને એટલે કર્મના ફળના ઉદયને નરકાદિકને વિષે પ્રસિદ્ધપણે જીવા વેદે છે, તે તે મન, વચન અને કાયાના વ્યાપારરૂપ યાગના સામર્થ્યથી ઉત્પન્ન થયેલા અને પ્રકૃતિને આદિ લઇને ચાર ભેદવાળા, અહીં પ્રકૃતિ શબ્દ કરીને પ્રકૃતિબંધ જાણવા. પ્રકૃતિઅંધ એટલે કર્મને જ્ઞાનાવરણાદિક સ્વભાવ, એ વિગેરે એટલે સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ-એમ ચાર પ્રકારે, પુણ્યપ્રકૃતિ રૂપ કેંતાળીશ પ્રકારનાં શુભ તથા પાપપ્રકૃતિ રૂપ ખ્યાશી પ્રકારનાં અશુભ રૂપ વિભાગ થકી કમૅવિપાકનું એટલે કર્મના ફળના ઉદયનું ધ્યાન કરવું એટલે તે તે કર્મના ઉદયને વશ થયેલા જીવાનું ચિંતવન કરતાં વૈરાગ્યને વિષે તટ્વીન થવું તે વિપાકવિચય નામના ત્રીજે ભેદ જાણવા. . ૧૨૧.
હવે આવીશ ફ્લાકે કરીને સંસ્થાન વિચય નામના ચાથેા ભેદ કહે છે.उत्पादस्थितिभंगादिपर्यायैर्लक्षणैः पृथक् ।
भेदैर्नामादिभिर्लोकसंस्थानं चिन्तयेद्भुतम् ॥ १२२ ॥ મૂલાથે-દ્રવ્યોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ વિગેરે પર્યાચાવડ ભરેલા, લક્ષણાવડે ભિન્ન ભિન્ન સત્તાવાળા, તથા ભેદ અને નામાદિકે કરીને ભરેલા લાકસંસ્થાનનું લોકના આકારનું ચિંતવન કરવું. ૧૨૨.
ટીકાથે—ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ વિગેરે પર્યાયાવડે ભરેલા લાકના આકારનું ચિંતવન કરવું. એ પ્રમાણે સંબંધ જાણુવા. અહીં દ્રવ્ય શબ્દના અધ્યાહાર કરવા. તેથી દ્રબ્યાની એટલે પદાર્થોની ઉત્પત્તિ એટલે સર્વ વસ્તુના વર્તમાન પર્યાય નાશ થઈને અનાગત (નવા ) પર્યાયની ઉત્પત્તિ. જીવા જેમ વર્તમાન શુભાશુભ પરિણામે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે; તથા ધર્માસ્તિકાય ગતિના સહાયરૂપ સંબંધે કરીને, અધર્માસ્તિકાય સ્થિતિરૂપ સંબંધે કરીને, આકાશ અવગાહનાવડે કરીને, અને પરમાણુ ચણુકાદિ ( બે અણુ વિગેરે ) સંયોગે કરીને તથા એક ગુણુ કૃષ્ણપણું વિગેરે પાંચ વર્લ્ડ, પાંચ રસ, એ ગંધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાને કરીને ઉત્પન્ન થાય છે; સ્થિતિ એટલે પાતપાતાના દ્રવ્યપણે કરીને