________________
પ્રબંધ
ધ્યાનાધિકાર.
પ
કામનાની ઉત્પત્તિના પ્રકારોને જીવ છેાડી દે છે, અને આત્માએ કરીનેજ્ઞાનવડે કરીને આત્માને વિષેજ પેાતાના સ્વરૂપને વિષેજ સંતુષ્ટ-સકળ ઇચ્છાથી પરિપૂર્ણ થાય છે ત્યારે તેને યાગીએ સ્થિતપ્રજ્ઞ કહે છે. ૧૪૭, दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥ १४८ ॥ મૂલાથે—જેનું મન દુઃખને વિષે ઉદ્વેગ પામતું નથી, જે સુખને વિષે સ્પૃહારહિત છે, તથા જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થયા છે, તેવા મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૧૪૮.
ટીકાથે—જે દુ:ખને વિષે એટલે પ્રતિકૂળ વિષયને વિષે તથા કણને વિષે અક્ષુભિત-અન્યગ્ર મનવાળા હોય, તથા સુખને વિષે એટલે અનુકુળ વિષયાને વિષે તથા સાતા વેદનીને વિષે સ્પૃહારહિત હોય, તથા જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થયા હાય એવા મુનિઓને યાગીઓ સ્થિતપ્રજ્ઞ કહે છે. ૧૪૮.
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ १४९ ॥
ચૂલાથે—જે યાગી સર્વત્ર સ્નેહરહિત છે, અને તે તે શુભાશુભ વસ્તુને પામીને આનંદ પામતા નથી, તથા દ્વેષ કરતા નથી તેમની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે એમ જાણવું. ૧૪૯.
ટીકાર્યું – જે યાગી સર્વત્ર એટલે સર્વ વસ્તુસમૂહને વિષે એહરહિત એટલે રૂક્ષ પરિણામવાળા હોય, તથા તે તે પ્રકારની શુભાશુભ એટલે મનેાન અથવા અમનેાણ વસ્તુને પામીને જે તેની સ્તુતિ ન કરે અથવા નિંદા પણુ ન કરે-રાગીદ્વેષી ન થાય તે યોગીની મુદ્ધિ આત્માને વિષે પ્રતિષ્ઠિત છે એમ જાણવું. ૧૪૯,
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ १५० ॥
મલાથ—જેમ કાચ સર્વ પ્રકારે અંગોને સંકોચે છે, તેમ યાગી જ્યારે ઇંદ્રિયાના વિષયેાથકી ઇંદ્રિયાના સંહાર કરે છે—સંક્રાચે છે, ત્યારે તે મુનિની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે એમ જાણવું. ૧૫૦
ટીકાર્થ—આવા યાગી જ્યારે-જે અવસ્થાને વિષે જેમ કાચબે પેાતાના અવયવાને સંહરે છે–સંક્રાચે છે, તેમ સર્વ પ્રકારે શબ્દાદિક ઇંદ્રિયોના વિષયાથકી શ્રોત્રાદિક ઇંદ્રિયાને સંહો છે-પાછી વાળે છે.
Aho! Shrutgyanam