________________
પ્રબંધ.]
ધાનાધિકાર. : જ્ઞાન પામેલા છે, માટે તેના દેશ કાળ ને આસનને નિયમ નથી. પરંતુ યોગની સ્થિરતાને જ માત્ર નિયમ છે. ૧૧૩.
ટીકાર્થ–સર્વ દેશ, કાળ અને અવસ્થાને વિષે એટલે ગ્રામ, વને વિગેરે પ્રદેશને વિષે, રાત્રી દિવસરૂપ કાળને વિષે અને પદ્માસન વિગેરે અવસ્થા(આસન)ને વિષે મુનિઓ-ગીઓ કેવળજ્ઞાનને પામેલા છે, પામે છે અને પામશે; તેથી કરીને તેમાં દેશ, કાળ અને અવસ્થાને નિયમ એટલે અમુકનીજ આવશ્યકતા જિનમતમાં કહેલી નથી. પરંતુ ગની સ્થિરતાને જ જિનેશ્વરોએ નિયમ કરેલ છે. ૧૧૩
હવે બે કવડે આલંબન દ્વાર કહે છે – वाचना चैव पृच्छा च परावृत्त्यनुचिन्तने । क्रिया चालंबनानीह सद्धर्मावश्यकानि च ॥ ११४ ॥
મૂલાઈ–આ યાનના આરોહણને વિષે વાચના, પૃચ્છા, આવૃત્તિ, ચિંતના, કિયા, સદ્ધર્મ અને આવશ્યક એ આલેબનરૂપ છે. ૧૧૪
ટીકાર્ય–આ સ્થાનના આરોહણને વિષે વાચના એટલે સૂત્ર તથા અર્થને ભણવું અને ભણુવવું તે, પૃચ્છા એટલે સંશયની નિવૃત્તિ માટે અને નિશ્ચયને માટે સૂત્ર તથા અર્થના શંકિત સ્થાનને ગુરૂ પાસે પૂછવું તે, પરાવૃત્તિ એટલે પ્રથમ ભણેલાની વારંવાર આવૃત્તિ કરવી તે, અનુચિંતન એટલે સૂક્ષ્મ અર્થને મનમાં વિચાર કરવો તે, પ્રત્યુક્ષિણાદિક ક્રિયા, સારે ક્ષમાદિ પરિણામરૂપ ધર્મ તથા સામાયિકાદિક આવશ્યક કિયા, આ સર્વે દાનરૂપી મહેલપર આરેહણ કરવામાં આલંબનરૂપ છે. એટલે એ આલંબનેને આશ્રય કરીને યોગી ધ્યાનશિખરને પામે છે. ૧૧૪ .
आरोहति दृढद्रव्यालंबनो विषमं पदम् । तथारोहति सद्ध्यानं सूत्राद्यालंबनाश्रितः ॥ ११५ ॥
મલાઈ–જેમ દઢ વસ્તુના આલંબનવાળે પુરૂષ વિષમ સ્થાનપર આરોહણ કરે છે, તેજ પ્રમાણે સૂત્રાદિક આલંબનને આશ્રય કરનાર યોગી સંસ્થાનપર આરૂઢ થાય છે. ૧૧૫. - ટીકાઈ–જેમ દઢ એટલે મજબુત દેરડા વિગેરેના આલંબનવાળે એટલે મોટા ખાડામાંથી નીકળવા માટે આધારવાળે પુરૂષ વિષમ એટલે અત્યંત દુસ્તર એવા ગર્ત, ફૂપ વિગેરે સ્થાનને આરેહણ કરે છે તેના પર ચડે છે, ઉપર આવે છે, તે જ પ્રકારે સૂત્રની વાચના,
Aho ! Shrutgyanam