________________
પ્રબંધ.]
ધ્યાનાધિકાર. રહિત થવાથી આ ઉપર કહેલું સર્વ ભાવનાએ કરીને ભાવિત આત્માને વિષે ઘટે છે-યુક્ત છે. ૧૦૮.
ટીકાર્થ–બાહ્ય અર્થથી એટલે વિષયાંતરથી સદશ એટલે પિતાના આત્માની અથવા સાયની સમાન, બેધવડે અથવા નિર્મળ મતિના ઉપયોગ વડે આવૃત્તિથી એટલે વારંવાર અભ્યાસ કરવાથી ભેગાદિક તૃષ્ણરહિતપણને લીધે આ પૂર્વે કહેલું કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપ સર્વ, ભાવનાએ કરીને જેનું મન વાસિત છે એવા પુરૂષને વિષે ઘટે છે-યુક્ત છે. ૧૦૮.
હવે ધ્યાનને વેગ્ય એ પ્રદેશ કહે છે – स्त्रीपशुक्लीबदुःशीलवर्जितं स्थानमागमे । सदा यतीनामाज्ञप्तं ध्यानकाले विशेषतः ॥१०९ ॥
મૂલાથે–સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીળથી રહિત એવું સ્થાન નિરંતર યતિઓને માટે આગમમાં કહ્યું છે. અને દયાન વખતે તે વિશેષે કરીને તેવું સ્થાન કહ્યું છે. ૧૦૯. *
ટીકાર્થ–સ્રી, ગાય વિગેરે પશુ, નપુંસક અને કુશલ એટલે પરદારા પ્રત્યે ગમન કરનાર વિગેરે પુરૂષોથી રહિત એવું ગૃહાદિક સ્થાન મુનિઓને માટે જિન સિદ્ધાંતને વિષે નિરંતર કહેલું છે. અર્થાત્ તેવા સ્થાનમાં રહેવું ગ્ય છે. અને ધ્યાન વખતે તે વિશેષે કરીને તેવા સ્થાનમાં રહેવાનું કહ્યું છે. ૧૦૯.
પ્રદેશનો જ વિશેષ કહે છે – स्थिरयोगस्य तु ग्रामेऽविशेषः कानने वने । तेन यत्र समाधानं स देशो ध्यायतो मतः॥ ११० ॥
મલાર્થ–સ્થિર ગવાળા ગીને તે ગ્રામને વિષે, અરણ્યને વિષે તેમજ ઉપવનને વિષે કાંઈ પણ વિશેષ નથી. તેથી કરીને જ્યાં તેના મનનું સમાધાન રહે, તેજ પ્રદેશ ધ્યાનીને માટે યોગ્ય માનેલે છે. ૧૧૦.
ટીકાથે જેના મન વચન અને કાયાના ગે એટલે વ્યાપારે સ્થિર નિશ્ચળ અર્થાત નિર્વિકાર છે એવા ગીને તે ગ્રામને વિષે એટલે ઘણું મનુષ્યોથી વ્યાપ્ત એવા નગરાદિકમાં, નિર્જન અરણ્યમાં તથા પુષ્પ ફળાદિકથી ભિત ઉપવનમાં કોઈ પણ વિશેષ નથી એટલે તેમની સર્વત્ર સમાન વૃત્તિ હેવાથી જૂનાધિકપણું નથી. તેથી કરીને સ્થિર યોગ
Aho! Shrutgyanam