________________
૩૦૭
પ્રબંધ.] - દયાનાધિકાર
ભાવનાનું ફળ કહે છે निश्चलत्वमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् ।
संगाशंसा भयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥ १०३ ॥
મૂલાળું—નિશ્ચળપણું ૧, અસહ ૨, પૂર્વ કર્મની નિર્જરા ૩ તથા સંગની આશંસાને અને ભયને નાશ ૪ એ આ ભાવનાઓનાં અનુકમે ફળ જાણવાં. ૧૦૩.
કીકાળું—આ ઉપર કહેલી ભાવનાઓનાં આ અનુક્રમે કહેવાતાં ફળ જાણવાં. તેજ કહે છે.–નિશ્ચળપણું એટલે ધ્યાનને વિષે ઉપસર્ગો થાય તે પણ જ્ઞાનની ભાવનાવડે નિશ્ચળપણું થાય છે. અસંમેહ એટલે દર્શનની ભાવનાવડે સૂક્ષ્મતાથી જણાતી દેવની માયાને વિષે પણ મન મેહ પામતું નથી. ચારિત્રની ભાવનાએ કરીને પૂર્વે કરેલા કર્મની નિર્જરાક્ષય થાય છે. તથા વૈરાગ્યભાવનાએ કરીને રાગાદિક સંગની બન્ને લોકસંબંધી આશંસાને તથા સસ પ્રકારના ભયને દેહાદિક પરના મમત્વના ત્યાગને લીધે ઉચ્છેદ-નાશ થાય છે. ૧૦૩. ઉદય પામેલી ભાવનાનું વિશેષ ફળ કહે છે – स्थिरचित्तः किलैत्राभिर्याति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोक्तं परैरपि ॥ १०४ ॥
મૂલાઈ—આ ભાવનાઓ વડે સ્થિર ચિત્તવાળે પુરૂષજ ધ્યાનની યોગ્યતાને પામે છે; બીજાની ગ્યતાજ હોતી નથી. તે વિષે બીજાઓએ પણ કહ્યું છે. ૧૦૪,
ટકાથે–ખરેખર આ પૂર્વે કહેલી ભાવનાઓવડે સ્થિર ચિત્તવાળ એટલે નિશ્ચળ મનની ધારણવાળો થાતા ધ્યાનની ગ્યતાને સમર્થન પણાને પામે છે. બીજાની એટલે એવી ભાવનારહિત મનુષ્યની યોગ્યતાજ તેમાં હોતી નથી. તે વિષે વ્યાસાદિકે પણ કહ્યું છે. ૧૦૪.
તેમણે જે કહ્યું છે, તે કહે છે– - चञ्चलं हि मनः कृष्ण प्रमाथिबलवदृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ १०५॥
મૂલાર્થ—હે કૃષ્ણ! મન મથન કરનારા સૈન્યની જેમ અત્યંત ચંચળ છે. તેને નિગ્રહ કરે એ વાયુના નિગ્રહ કરતાં પણ દુષ્કર છે, એમ હું માનું છું. ૧૫.
Aho ! Shrutgyanam