________________
૩૦૬
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમ
ज्ञात्वा धर्म्यं ततो ध्यायेच्चतस्रस्तत्र भावनाः । ज्ञानदर्शन चारित्र वैराग्याख्याः प्रकीर्तिताः ॥ १०२ ॥
મલાથે—ભાવના, દેશ, કાળ, સારૂં આાસન, આલંબન, અનુક્રમ ધ્યાન કરવા યોગ્ય, મ્યાન કરનાર, અનુપ્રેક્ષા, લેફ્સા, લિંગ અને ફળ, તે સર્વેને જાણીને પછી ધર્મધ્યાન ધ્યાવું, તેને વિષે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર ભાવનાઓ કહી છે. ૧૦૧-૧૦૨
ટીકાર્ય—જ્ઞાનાદિક ભાવના, દેશ એટલે ધ્યાન કરવા યોગ્ય નિર્જન પ્રદેશ, કાળ એટલે ધ્યાન કરવા યોગ્ય અવસર, સારૂં-ધ્યાનયોગ્ય આસન-પદ્માસન વિગેરે, આલંબન એટલે જેને આશ્રીને ધ્યાનમાં આરૂઢ થવાય તે-વાચના પૃચ્છના વિગેરે, ક્રમ એટલે મનના નિરોધ વિગેરે અનુક્રમ, યાતન્ત્ર એટલે ધ્યાન કરવા યોગ્ય જિનાજ્ઞા વિગેરે, ધ્યાતા એટલે અપ્રમત્ત સાધુ વિગેરે ધ્યાન કરનાર, અનુપ્રેક્ષા એટલે ધ્યાનની પછીને કાળે પ્રાપ્ત થયેલ અનિત્યાદિક ચિંતા ( ભાવના), લેશ્યા એટલે ધ્યાતાના શુભ આશયરૂપ તેને, પદ્મ વિગેરે, લિંગ એટલે જિનવચન પરની શ્રદ્ધા વિગેરે, તથા ફળ એટલે સ્વર્ગ, માક્ષ વિગેરેની પ્રાપ્તિ-એ પ્રમાણે ભાવનાને આરંભીને ફળપર્યંત પદાર્થોને આગળ કહેવાશે તે પ્રમાણે જાણીને ત્યારપછી ધર્મધ્યાનનું ધ્યાન કરવું. એટલે ધ્યેય પદાર્થ પ્રત્યે એકતાન-તલ્લીન મનવાળા થઇને રહેવું. તેમાં એટલે તે ધ્યાનના સાધનને વિષે ભાવના એટલે આત્માને ધ્યાન કરવા યાગ્ય કરનારી વાસના ચાર પ્રકારની જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની કહેલી છે. તેમાં જ્ઞાન છતે મનનું ધૈર્ય અને વિશુદ્ધિવાળા જીવ-પુરૂષ સૂત્રના અર્થના તથા જગતને પણ સાર-તત્ત્વ જાણે છે, માટે નિરંતર શ્રુતના અભ્યાસમાં તત્પર રહેવાથી તે પુરૂષ જ્ઞાન ભાવનાવડે ભાવિત-વાસિત થાય છે. તથા દર્શનને વિષે ઉદ્યમવંત એવા જીવને જિનશાસનને વિષે પ્રશમ, સંવેગ, નિવેદ, અનુકંપા, આસ્તિયપણું, એ રૂપ સ્થિરતા થાય તે દર્શન ભાવના કહેવાય છે. તથા જીવને નવા કર્મનું અગ્રહણ, પૂર્વે કરેલા કર્મની નિર્જરા અને શુભ કર્મનું ગ્રહણુ ચારિત્રથકીજ થાય છે, માટે તે ચારિત્ર ભાવના કહેવાય છે. તથા વૈરાગ્ય થકી પ્રાણી વિષયના સંગરહિત, સપ્ત ભય વાજિંત તથા આ લોક અને પરલોકની આકાંક્ષારહિત અને જગતના સ્વભાવને જાણનાર થાય છે, માટે તે વૈરાગ્ય ભાવના કહેવાય
છે.
૧૦૧-૧૦૨,
Aho! Shrutgyanam