________________
૨૮૮
અધ્યાત્મસાર ભાષાંતર.
પંચમતેઓએ જે કહ્યું છે, તે કહે છેयोगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना । શ્રદ્ધાવાન મને યો માં તમે ચુતમ મતઃ || ૬ |
મૂલાર્થ–સર્વે ગીઓમાં જે શ્રદ્ધાવાન મારામાં રહેલા અંતરાત્માએ કરીને મને ભજે છે, તેને મેં અત્યંત ગ્ય માને છે. ૬૧.
ટીકાથે-સમગ્ર ગીઓના મધ્યમાં એટલે પરબ્રહ્મનો ઉપાયને સેવનારાઓમાં જે શ્રદ્ધાવાન એટલે મેક્ષેચ્છુ મને પામેલા અંતરાત્માએ કરીને મને આત્મરૂપ ભજે છે-સેવે છે, તેને મેં અત્યંત યોગ્ય માન્ય છે-કહ્યો છે. ૬૧. - હવે છ વડે ઉપાસનાનું વર્ણન કરે છે
उपास्ते ज्ञानवान् देवं यो निरञ्जनमव्ययम् । स तु तन्मयतां याति ध्याननिधूत कल्मषः ॥ ६२ ॥
મૂલાર્થ-જે જ્ઞાની પુરૂષ નિરંજન અને અવ્યય (નાશરહિત) દેવની ઉપાસના કરે છે, તે ધ્યાન વડે પાપને નાશ કરીને તે દેવમય-દેવસ્વરૂપ થાય છે. દર.
ટીકાર્ય–જે મુમુક્ષુ જ્ઞાની એટલે શુદ્ધ જ્ઞાન ગવડે યુક્ત છત નિરંજન એટલે સમગ્ર કમલેપ રહિત અને અવ્યય એટલે વિનાશ રહિત એવા દેવને એટલે પરમ જ્ઞાનના વિલાસ કરીને વિલાસ કરનાર પરમાત્માની ઉપાસના-આરાધના કરે છે, તે ઉત્તમ પુરૂષ ધર્મધ્યાનાદિકે કરીને કમષને એટલે પાપકર્મના અણુસમૂહને અત્યંત નાશ કરીને એટલે જીવ પ્રદેશથકી તેને જૂદા કરીને તન્મયપણાને પામે છે એટલે નિરંજન અવ્યય દેવરૂપ થાય છે. ૬૨.
विशेषमप्यजानानो यः कुग्रहविवर्जितः । सर्वज्ञं सेवते सोऽपि सामान्ययोगमास्थितः ॥ ६३ ॥
મૂલાર્થ–વિશેષને નહીં જાણતા છતાં પણ કદાગ્રહ કરીને રહિત એ જે પુરૂષ સર્વજ્ઞની સેવા કરે છે, તે પણ સામાન્ય અને આશ્રય કરેલ છે. ૬૩.
ટીકાથે–જે મુમુક્ષુ તથા પ્રકારના પશમ અને બુદ્ધિની પટુતાના અભાવને લીધે સર્વાના વિશેષને એટલે અમુક વ્યક્તિ સર્વર છે એ નિશ્ચય કરવારૂપ ભેદને સારી રીતે જાણતો ન હોય તોપણ તે કદાગ્રહથી રહિત થઈને સામાન્ય સર્વસને એટલે સમગ્ર સૂક્ષ્મ,
Aho ! Shrutgyanam