________________
પ્રબંધ.]
પોગાધિકા. देहमध्यशिरोग्रीवमवक्रं धारयन् बुधः। दन्तैरसंस्पृशन् दन्तान् सुश्लिष्टाधरपल्लवः ॥ ८१॥ आर्तरौद्रे परित्यज्य धर्मे शुक्ले च दत्तधीः । अप्रमत्तो रतो ध्याने ज्ञानयोगी भवेन्मुनिः ॥ ८२॥
મૂલાઈ–ભયરહિત, સ્થિર, નાસિકાના અગ્રભાગ પર જેણે દૃષ્ટિ રાખી છે તે, વ્રતને વિષે રહેલે, સુખકારક આસનવાળે, પ્રસન્ન મુખવાળે તથા દિશા તરફ નહીં જેનારે. દેહને મધ્યભાગ, મસ્તક અને ગ્રીવાને અવક-સરલપણે ધારણ કરતા, બુધ, દાંતવડે દાંતને નહીં સ્પર્શ કરતે, જેના બન્ને એષરૂપી પલ્લવ સારી રીતે મળેલા હેય તે, આર્ત તથા રદ્ર ધ્યાનને ત્યાગ કરીને ધર્મ તથા શુકલધ્યાનને વિષે બુદ્ધિને (સ્થિર) રાખનારે, અપ્રમાદી તથા સ્થાનને વિષે તલ્લીન એ મુનિ જ્ઞાનયોગી કહેવાય છે. ૮૦–૮૧-૮૨.
ટીકાઈ–નિર્ભય એટલે મરણાદિક સકળ ભયરહિત, સ્થિર એટલે જેના દેહના અવયવ નિશ્ચળ છે તે, જેણે નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખી છે તે, વ્રતને વિષે એટલે નિવૃત્તિના પરિણામને વિષે રહેલો, સુખાસનવાળો એટલે ધ્યાનને વિરોધ ન આવે તેમ પદ્માસનાદિક આસને રહેલે, પ્રસન્ન મુખવાળે એટલે જેનું મુખકમળ પરમાત્માને વિષે તલ્લીન થવાથી હર્ષિત થયું છે તે, તથા દિશાઓને એટલે આસપાસના પ્રદેશને નહીં જેતે, દેહનો મધ્યભાગ-કટિપ્રદેશ, મસ્તક અને ગ્રીવાને વક્રતા રહિત-સરળ રીતે ધારણ કરતે, દાંતવડે દાંતને નહીં સ્પર્શ કરતે એટલે ઉપલા દાંતને નીચલા દાંત સાથે નહીં અડકાવતે, જેના બન્ને (ઉપરના તથા નીચેના) એષરૂપી પલ્લવ અત્યંત મળેલા-અડેલા હોય તે તથા બુધ એટલે સ્વ અને પરના ભાવનું વિવેચન કરવામાં પંડિત અર્થાત્ તત્વને જાણનાર, આર્તધ્યાન અને રીદ્રધ્યાનો ત્યાગ કરીને ધર્મધ્યાન તથા શુકલધ્યાનને વિષે જેણે બુદ્ધિ સ્થાપના કરી છે તે, અપ્રમાદી એટલે રાગાદિક સર્વ પ્રમાદને જેણે તન્યા છે તે, તથા કહેલા શુભ ધ્યાનને વિષે તલ્લીન થયેલ એ મુનિ-સાધુ જ્ઞાનગી કહેવાય છે. ૮૦–૮૧-૮૨. હવે એગના અધિકારને ઉપસંહાર કરતા કહે છે.-- कर्मयोगं समभ्यस्य ज्ञानयोगसमाहितः। ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥ ८३ ॥
૩૮
Aho ! Shrutgyanam