________________
પ્રસં]
ધ્યાધિકાર હવે રૌદ્રધ્યાન કહે છે, निर्दयं वधबन्धादिचिन्तनं निबिडक्रुधा। पिशुनासभ्यमिथ्यावाक्प्रणिधानं च मायया ॥ ९४ ॥ चौर्यधीनिरपेक्षस्य तीव्रक्रोधाकुलस्य च । सर्वाभिशंकाकलुषं चित्तं च धनरक्षणे ॥ १५ ॥
મૂલાર્થ–અત્યંત ક્રોધવડે કરીને નિર્દય રીતે બીજા પ્રત્યે વધ, બંધન વિગેરેનું જે ચિતવન કરવું તે પહેલું રૌદ્રધ્યાન તથા માયાવડે કરીને પિશુન, અસભ્ય અને મિથ્યા-વાણુનું જે પ્રણિધાન તે બીજું રૌદ્રસ્થાન કહેવાય છે. અપેક્ષા રહિત અને તીવ્ર કોધે-કરીને આકુળવ્યાકુળ
એવા પુરૂષને જે ચેરીની બુદ્ધિ તે ત્રીજું રૌદ્રધ્યાન અને ધનના રક્ષણને વિષે સર્વની શંકાએ કરીને મલીન એવું જે ચિત તે ચોથું રૌદ્રધ્યાન કહેવાય છે. ૮૪. ૮૫.
ટીકાળું—નિવિડ એટલે અત્યંત કઠણ ક્રોધવડે દયા રહિતપણે બીજા પ્રત્યે વધ એટલે લાકડી વિગેરેથી મારવું, બંધ એટલે દેરડા વિગેરેથી બાંધવું, તથા આદિ શબ્દ અગ્નિવડે સળગાવવું, અને ખાદિકવડે છેદવું વિગેરેનું જે ચિંતવન એટલે એકાગ્ર મનવડે વિચારવું તે હિંસાનુબંધિ નામનું પહેલું રૌદ્રના કહેવાય છે. તથા માયાવડે એટલે કપટ વૃત્તિવડે પિશુન એટલે અછત દોષનું કહેવું, અસલ્ય એટલે પુરૂષની સભામાં ન બેલવા લાયક અને મિથ્યા એટલે વસ્તુની અન્યથા પ્રરૂપણારૂપ અથવ્ય અસત્ય એવી વાણીનું જે પ્રણિધાન એટલે ચિંતવન-તેવું બોલવાને એકાગ્ર ચિત્તને અધ્યવસાય તે મૃષાનુબંધિ નામનું બીજું રૌદ્રધ્યાન કહેવાય છે. પાપના ફળરૂપ દુર્ગતિની અપેક્ષા રહિત તથા તીવ્ર-અતિઉગ્ર ક્રોધવડે વ્યાકુળ-ભ્યાસ એવા પુરૂષને જે ચોરીની બુદ્ધિ એટલે પરના ધનને હરણ કરવાની મતિ તે તેયાનુબંધિ નામનું ત્રીજું રૌદ્રધ્યાન કહેવાય છે. તથા સર્વ વિષના સાધનરૂપ દ્રવ્યનું રક્ષણ કરવામાં એટલે તેને વિનાશથી બચાવવામાં સર્વની. એટલે તે ધનને વિષે જેટલાની અભિલાષા રહેતી હોય તે સર્વેની શંકા એટલે “આ લેકે મારું ધનાદિક લઈ જશે, તેથી કઈ પણ પ્રકારે તેઓને વિનાશ થાઓ” એવા પ્રકારની શંકાએ કરીને કલુષ એટલે તેમને ઘાતાદિકનું ચિંતવન કરવાથી મલીન એવું જે ચિત્ત એટલે મનને અધ્યવસાય તે વિષયસંરક્ષણ નામનું ચોથું રૌદ્રધ્યાન કહેવાય છે. ૯૪. ૯૫.
Aho! Shrutgyanam