________________
પ્રબંધ.] ગાધિકાર.
૨૯૫ શંકા–જે એમ હોય તે જાણવાની ઈચ્છા કરવાની શી જરૂર છે? એ શંકાને દૂર કરતા કહે છે
जिज्ञासापि सतां न्याय्या यत्परेऽपि वदन्त्यदः।। जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥ ७६ ॥
મૂલાર્થ–સપુરૂષને જિજ્ઞાસા પણ ચોગ્ય છે, કેમકે બીજાઓ પણ આ પ્રમાણે કહે છે કે યોગને જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મનું ઉલ્લંઘન કરે છે. ૭૬.
ટીકાર્થ–સામાન્ય યોગને સેવનારા પુરૂષોને જિજ્ઞાસા પણ એટલે વિશેષ નિર્ધારવાળી વસ્તુના સ્વરૂપને જાણવાની ઇચ્છા પણ યુક્તિયુક્ત-ઉચિત છે. કારણ કે બીજાઓ પણ એટલે સામાન્ય જ્ઞાનવાળા વ્યાસાદિક પણ એ પ્રમાણે કહે છે, તે પછી સર્વ વિશેષને જાણનારા જિનેશ્વરે તે અત્યંત ગ્ય કહે તેમાં શું આશ્ચર્ય? બીજાએ શું કહે છે? તે બતાવે છે. ગમે એટલે મોક્ષના ઉપાયને જિજ્ઞાસુ પણ એટલે વિશેષ વ્યક્તિએ કરીને જાણવાની ઈચ્છાવાળે પણ શબ્દવડે એટલે સમગ્ર શાસ્ત્રના પારગામીવડે જ્ઞાનસ્વરૂપ બ્રહ્મને ઉલ્લંઘન કરે છે, એટલે તેથી અધિક થાય છે. માટે બુદ્ધિમાનને વિશેષ જાણુવાની ઈચ્છા થેગ્ય છે. ૭૬:
હવે ઉપાસક (સેવનાર )નું વિવરણ કરે છે–
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी चेति चतुर्विधाः । ___ उपासकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषतः ॥ ७७ ॥
મૂલાર્થ–આર્ત, જિજ્ઞાસુ, અર્થાથી અને જ્ઞાની એ ચાર પ્રકારના ઉપાસકે છે. તેમાં વસ્તુના વિશેષને લીધે પહેલા ત્રણ ઉપાસકે ધન્યપ્રધાન છે. ૭૭.
ટીકાર્થ-આર્ત એટલે વસ્તુતત્વને જાણવાની આતુરતાવાળ, જિજ્ઞાસુ એટલે વસ્તુતવને જાણવાની ઉત્કટ ઇચ્છોવાળે, અથર્થી એટલે તત્ત્વના પરમાર્થના અંતને જાણવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એટલે તત્વને જાણનાર તથા સારી રીતે તત્ત્વાર્થને નિર્ણય કરનાર-આ રીતે ચાર પ્રકારના ઉપાસકે એટલે તત્કાદિક આરાધનાનું સેવન કરનારા છે. તેમના મધ્યમાં પહેલા ત્રણ વસ્તુના વિશેષથકી એટલે જ્ઞાન
ગમાં નિગ કરનારા હોવાથી ધન્ય-પ્રધાન છે. અહીં ભાવાર્થ એ છે કે-આર્ત વિગેરે પહેલા ત્રણ કામનાવાળા હોવાથી તત્ત્વવિષયના આરાધક છે, અને જ્ઞાનયોગને વિષે તે આત્માના આરાધક છે. માટે
Aho ! Shrutgyanam