________________
૨૯૪
અધ્યાત્મસાર ભાષાંતર. [પંચમવિવાદને પરિશ્રમ માત્ર જ છે. કારણ કે અનુમાન એટલે લિંગિજ્ઞાનરૂપ પ્રમાણને વિષય સામાન્ય જ છે. એટલે અનુમાન પ્રમાણે સામાન્ય જ બોધ કરી શકે છે, પણ તેથી વિશેષ પ્રકારને બોધ થઈ શકતો નથી. માટે વિશેષને નિર્ધાર કરે એ અગ્ય છે. ૭૪.
આ પૂર્વે કહેલો ઉપદેશ સંક્ષિપ્ત રૂચિવાળાને લાયક છે. તે કહે છે – संक्षिप्तरुचिजिज्ञासोर्विशेषानवलंबनम् । चारिसंजीवनीचारज्ञातादत्रोपयुज्यते ॥ ७५ ॥
મૂલાઈ–સંક્ષિપ્ત રૂચિવાળા જિજ્ઞાસુને જે વિશેષનું અવલંબન ન કરવું તે અહીં ચાશને વિષે સંજીવની ઔષધિને ચરવારૂપ ઉદાહરણ કરીને ગ્ય છે. ૭પ.
ટીકાઈ–ઘણું અર્થને ચેડા વાકયથી કહે તે સંક્ષિપ્ત કહેવાય છે, એવા સંક્ષિપ્તને વિષે જેને પ્રીતિ છે એવા જિજ્ઞાસુને એટલે જાણવાની ઈચ્છાવાળાને જે વિશેષનું એટલે ભેદભેદ પ્રકારનું અનાવલંબન એટલે અનાશ્રય તે અહીં એટલે સામાન્ય ગીને વિષે ચારિસંજીવનીચાર દષ્ટાંતથી એટલે ભક્ષણમાં સંજીવની ચાર નામની ઔષધિના ઉદાહરણથી ગ્ય છે.
તે દષ્ટાંત આ પ્રમાણે જાણવું-કોઈ કુળવાન સ્ત્રીના પતિને તેણીની સપત્નીએ (શેકે) મંત્ર તથા ઔષધના પ્રયોગથી વૃષભ બનાવ્યું. પતિ ઉપર ભક્તિવાળી કુળસ્ત્રી તે સ્થિતિમાં પણ તે પતિનું પાલન કરવા લાગી. તે વનને વિષે તેને ચારવા લઈ જતી. એકદા વનને વિષે મધ્યાન્હ સમયે એક વટવૃક્ષની નીચે વૃષભની પાસે બેઠેલી તે સ્ત્રી પતિના દુ:ખથી દુઃખી થઈને રોવા લાગી. તે વખતે આકાશ માર્ગ વિમાનમાં બેસીને જતા કેઈ વિદ્યાધરે તેણીના દુઃખથી દુઃખી થઈને તેણીને કહ્યું કે “હું કલ્યાણી ! આ વટવૃક્ષની સમીપે સંજીવની નામની ઔષધિ છે, તેનું ભક્ષણ કરવાથી તારે પતિ ફરીથી પુરૂષ થશે.” તે સાંભળીને તેણી સ્પષ્ટ રીતે સંજીવની ઔષધિને ઓળખતી નહતી, તેથી તેણીએ વટવૃક્ષની સમીપે રહેલી સમગ્ર લતાઓની ડાંખળી, પાંદડાં, ઘાસ વિગેરે સર્વ એકઠા કરી અનુક્રમે વૃષભના મુખમાં આપ્યાં, તેથી તે પોતાના સ્વરૂપને પાપે. આ દષ્ટાંત પ્રમાણે વિશેષ વ્યક્તિને નહીં જાણનાર સામાન્ય ગીઓ પણ સર્વસને ભક્તિરાગવડે સેવવાથી આત્મસ્વરૂપને પામે છે. ૭૫.
, Aho ! Shrutgyanam