________________
૨૮૭
પ્રબંધ.
અસગ્રહનો ત્યાગ, માને છે, તથા ક્રિયાકાંડ કરનારાઓ થકી પણ ગી અધિક છે, તેથી કરીને હે અર્જુન! તું યોગી થા. ૫૮.
કાર્ય– હે અર્જુન! ગી એટલે જ્ઞાનયોગવાળે પુરૂષ માસપવાસાદિક તપસ્યા કરનારાઓથકી અધિક-શ્રેષ્ઠ છે, તથા જ્ઞાની એટલે વેદ વિગેરે શાસ્ત્રને જાણનારથકી પણ અધિક માનેલે–અત્યંત પ્રધાનપણે કહે છે, તથા કર્મઠ એટલે વેદમાં કહેલી ક્રિયાઓને કરનારા થકી પણ ગી શ્રેષ્ઠ છે કારણકે નિવૃત્તિમાં જ તત્પર છે. તેથી કરીને એટલે પૂર્વોક્ત ગુણેને પ્રાપ્ત કરનાર હોવાથી તે પાંડેને વિષે શ્રેષ્ઠ અર્જુન ! તું યેગી એટલે જ્ઞાનયોગ વાળો થા. ૫૮
આ જ્ઞાનયોગની જ શ્રેષ્ઠતા કહે છે– समापत्तिरिह व्यक्तमात्मनः परमात्मनि । अभेदोपासनारूपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥ ५९॥
મલાઈ–આ જ્ઞાનમાં વર્તતા આત્માને પરમાત્માને વિષે સ્પષ્ટ રીતે એકતાની પ્રાપ્તિ થશે, તેથી આ અભેદ ઉપાસનારૂપ જ્ઞાનગ સૌથી શ્રેષ્ઠ છે. પ૮,
ટીકાર્ય–આ જ્ઞાનને વિષે વર્તતા પ્રાણીને પરમાત્માને વિષે એટલે પરિપૂર્ણ બ્રહ્મને વિષે સમાપત્તિ એટલે અત્યંત ધ્યાતા અને ધ્યેયનાં અભેદે કરીને એકપણુની પ્રાપ્તિ થશે. તેથી કરીને આ અભેદ ઉપાસનારૂપ એટલે જેને વિષે પિતાના આત્મા તથા પરમાત્મા કોઈપણ વિશેષ નથી એવી દેવની આરાધનારૂપ જ્ઞાનયોગ બીજા સર્વ રોગ કરતાં શ્રેષ્ઠ છે. પ૯,
એ જ વિષયની પુષ્ટિ કરે છે– उपासना भागवती सर्वेभ्योऽपि गरीयसी। . महापापक्षयंकरी तथा चोक्तं परैरपि ॥ ६०॥
મૂલાર્થ–ભગવાનની ઉપાસના સર્વ થકી પણ મેટી છે, તથા મહા પાપને ક્ષય કરનારી છે. તે વિષે બીજાઓએ પણ કહ્યું છે. ૬૦. .
ટીકાર્થ–ભગવાનની એટલે પરમાત્માની ઉપાસના-સેવા સર્વ તપસ્વાદિક યુગે કરતાં પણ અત્યંત મોટી છે. તે પછી કિયાગ કરતાં મોટી હોય તેમાં તે શું કહેવું? કારણ કે તે સેવા સર્વ યોગેથી સાથે એવા મેક્ષનું સાધન છે. તથા તે ભગવાનની સેવા મેટાં પાપનો નાશ કરનારી છે. તે વિષે બીજા-સાંખ્ય વિગેરેએ પણ કહ્યું છે. ૬૦, ''
Aho ! Shrutgyanam