________________
૨૯૦ અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમછે. તેઓ ખરા સર્વરને પામનારા એટલે તેને સ્વીકાર કરનારા થતા નથી. અર્થાત્ કદાગ્રહમાં તત્પર એવા તેઓ યોગરહિત થાય છે. ૬૫.
સર્વજ્ઞની સેવાએ કરીને સર્વે યોગીઓ કહેવાય છે, તે બતાવે છે –
सर्वज्ञप्रतिपत्त्यंशात्तुल्यता सर्वयोगिनाम् । दूरासन्नादिभेदस्तु तद्भूत्यत्वं निहन्ति न ॥ ६६ ॥
મૂલાર્થ–સર્વ ગીઓની સર્વજ્ઞની સેવારૂપ અંશથી તુલ્યતા છે. પરંતુ દૂર અને આસન (સમીપ) ઇત્યાદિક ભેદ તેના સેવકપણાને હણ નથી. ૬૬.
ટીકાથે-સર્વે એટલે જઘન્ય, મધ્યમ અને ઉત્તમ ભેટવાળા ગીઓને એટલે પરબ્રહ્મના ઉપાયને સેવનારા જનની સર્વજ્ઞાની સેવાના અંશથી એટલે પરિપૂર્ણ બ્રહ્મરૂપ કેવળીની ભક્તિ-આરાધનારૂપ અંશથી–તે વિભાગથી અર્થાત્ મેક્ષની આરાધનાના પ્રકારથી તુલ્યતાસમાનતા એટલે એકરૂપતા છે. પરંતુ દૂર એટલે પુલ પરાવર્ત આદિ ચિરકાળે કરીને મહાકષ્ટથી પામવાપણું તથા આસન્ન એટલે થોડા કાળમાંજ સિદ્ધિ પામવાપણું તથા આદિ શબ્દને લીધે સમકિતીપણું, માર્ગાનુસારીપણું, એ વિગેરે રૂપ જે ભેદ એટલે મેક્ષના સાધનની ભિન્નતા છે, તે સર્વના સેવકપણને હણતી નથી; અથવા તે “દૂર આસન્ન” એ શબ્દનો આ રીતે અર્થે કરે–જિન સંબંધી ધ્યાન અને ક્રિાદિકના પ્રયતમાં પ્રવર્તેલા અને સંક્ષિપ્ત રૂચિવાળા સર્વાના સેવકને મેક્ષપ્રાપ્તિ સમીપેજ સંભવે છે, અને વૃત્તિના વિરોધને કલેશ, ઇંદ્રિયજય, અષ્ટાંગ યોગ ઈત્યાદિ-અનુષ્ઠાનના પ્રયત્નમાં પ્રવર્તેલા, અન્ય દર્શન નમાં રહેલા સંક્ષિપ્ત રૂચિવાળા સર્વસના સેવકને મોક્ષની પ્રાપ્તિ ચિરકાળે સંભવે છે, આ પ્રકારને જે ભેદ છે તે સર્વાના સેવકપણાને હણ નથી–તેનું નિવારણ કરતા નથી. અર્થાત્ તે પણ સર્વજ્ઞના સેવકજ કહેવાય છે. ૬૬.
માટે સર્વજ સેવ્ય છે, તે કહે છેमाध्यस्थ्यमवलंब्यैव देवतातिशयस्य हि । सेवा सर्वैर्बुधैरिष्टा कालातीतोऽपि यजगौ ॥ ६७ ॥
મલાઈ–મધ્યસ્થપણાને આશ્રય કરીને જ દેવના અતિશયની સેવા સર્વે પંડિતેઓ ઈચ્છેલી છે. તે વિષે કાલાતીત નામના આચાર્ય પણ કહ્યું છે. ૬૭.
Aho ! Shrutgyanam