________________
૧૮૬ અધ્યાત્મસાર ભાષાંતર.
[પંચમઅધ્યાત્મરૂપી એટલે આત્માની સંપત્તિરૂપી સામ્રાજ્યને એટલે ઉત્કૃષ્ટ ઐશ્વર્યને ભોગવતે-આવા પ્રકારને જ્ઞાની પુરૂષ અવશેષ રહેલું એટલે ઉપર કહ્યાથી બાકી રહેલું બીજું કાંઈ પણ કાર્ય જેતે નથી. કારણકે પિતાના કાર્યમાં અપ્રયોજક હોવાથી બાકીનું સર્વ પ્રયોજન રહિત છે. આ આઠ બ્લેકમાં કહેલા લક્ષણવાળે પુરૂષ જ્ઞાનયોગી કહેવાય છે. ૫૫. જ્ઞાનેગની સ્તુતિ-પ્રશંસા કરે છે– श्रेष्ठो हि ज्ञानयोगोऽयमध्यात्मन्येव यजगौ। बन्धप्रमोक्षं भगवान् लोकसारे सुनिश्चितम् ॥ ५६ ॥
મૂલાર્થ—અધ્યાત્મને વિષે આ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાને કસારને વિષે અત્યંત નિશ્ચિત એવા બંધનાક્ષને કહેલો છે. પ.
ટીકાર્થ—અધ્યાત્મ માર્ગની સિદ્ધિને વિષે આ પૂર્વે કહેલું જ્ઞાનછે. એટલે જ્ઞાનરૂપ મેક્ષને ઉપાય અત્યંત (સૌથી) શ્રેણ-પ્રશસ્ય છે. કારણ કે ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ કસાર નામના પહેલા અંગના પાંચમા અધ્યયનને વિષે અત્યંત નિધોર કરેલા બંધમેક્ષને એટલે કર્મના બંધનથકી મુક્ત થવાને કહેલું છે. પ૬.
લેકસારને વિષે જે કહ્યું છે, તેજ અત્રે દેખાડે છે– उपयोगैकसारत्वादाश्वसंमोहबोधतः । मोक्षाप्तेयुज्यते चैतत्तथा चोक्तं परैरपि ॥ ५७ ॥
મૂલાર્થ—ઉપગરૂપી અદ્વિતીય પ્રધાન હોવાથી, મેહ રહિત શીધ્ર બોધકારક હોવાથી અને મેક્ષની પ્રાપ્તિ કરાવનાર હોવાથી આ અધ્યાત્મ યુક્ત છે. તે વિષે અન્યદર્શનીઓએ પણ કહ્યું છે. પછી
ટીકા–અધ્યાત્મરૂપ સાધન ઉપયોગરૂપી એટલે ઈષ્ટ સાયને વિષે મનની એકાગ્રતારૂપી અદ્વિતીય પ્રધાન-મુખ્ય હેવાથી, શીધ્રપણે ભ્રાંતિ રહિત બોધકારક હેવાથી, તથા તેનાવડે મેક્ષપદની પ્રાપ્તિ થતી હોવાથી આ પૂર્વે કહેલું અધ્યાત્મ ઘટે છે એટલે યુક્તિ યુક્ત છે–ગ્ય છે. અર્થાત્ મેક્ષના સાધનને વિષે જ્ઞાનયોગની જ મુખ્યતા છે. આ વિષે વ્યાસ વિગેરે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે. પ૭.
જે કહ્યું છે તે જ કહે છે – तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽप्यधिको मतः । कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥ ५८ ॥ મૂલાર્થ–પગી તપસ્વીથકી અધિક છે, પંડિત થકી પણ અધિક
Aho ! Shrutgyanam