________________
શ૭૪
અધ્યાત્મસાર ભાષાંતર. [ પચમજે કર્મયોગ અશુદ્ધ હેય તે પૂર્વે કહેલા ફળની પ્રાપ્તિ થતી નથી, તે કહે છે –
अज्ञानिनां तु यत्कर्म न ततश्चित्तशोधनम् । - यागादेरतथाभावान्म्लेच्छादिकृतकर्मवत् ॥ २८॥ .
મૂલાઈ–અજ્ઞાની જનેનું જે કર્મ છે, તેથી ચિત્તની શુદ્ધિ થતી જ નથી. કારણકે મ્લેચ્છ વિગેરેએ કરેલા કર્મની જેમ યજ્ઞાદિક ક્રિયાઓ કરવાથી તથા પ્રકારને ભાવ થતું નથી. ૨૮. '
ટીકાર્ય–અજ્ઞાનીને એટલે મિથ્યાજ્ઞાનવાળાને જે કર્મ એટલે યજ્ઞ કર તથા કરાવ વિગેરે કિયાગ છે, તે (કર્મ)થી ચિત્તની શુદ્ધિ એટલે. નિર્મળતા થતી નથી. કારણ કે યાગ એટલે મંત્રાહુતિપૂર્વક પશુ વિગેરેના વધથી બ્રહ્માદિક દેવેનું પૂજન તથા આદિ શબ્દને લીધે સ્નાન, શૌચ વિગેરેનું તથા પ્રકારપણું નહીં હોવાથી એટલે મહા નિર્જરા વિગેરે ઉત્પન્ન કરીને સમતાદિક પરિણામને ઉત્પન્ન કરનારે અહિંસાદિકને ભાવ નહીં હોવાથી ચિત્તની શુદ્ધિ થઈ શકતી નથી, કેમકે તેથી તે ઉલટ પાપરૂપ મેલને જ લેપ થાય છે. મ્લેચ્છ એટલે યવન તથા આદિ પદકરીને શક જાતિના તથા પુલિંદજાતિ વિગેરેના લેકેએ કરેલા પશુવધાદિકે કરીને પોતાના દેવતાની પૂજારૂપ કર્મની જેમ તે નિષ્ફળ છે. એટલે કે જે કદાચ હિંસાદિકવડે સ્વેચ્છાદિકને મનની શુદ્ધિ થતી હેય, તે વેદમાં કહેલા પશુ યાગાદિકે કરીને પણ શુદ્ધિ થાય. કારણ કે તે બન્નેમાં કોઈ પણ વિશેષ નથી. બન્નેમાં ન્યાયની તુલ્યતા છે. ૨૮.
શંકા—યાગ એટલે કર્મવેગ. તેના ફળની ઈચ્છા રાખી ન હોય તે તે જ્ઞાનને માટે થાય છે. તે ઉપર કહે છે –
न च तत्कर्मयोगेऽपि फलसंकल्पवर्जनात् । संन्यासो ब्रह्मबोधाद्वा सावद्यत्वात्स्वरूपतः ॥ २९ ।।
મલાર્થ–તે યાગાદિક કર્મગ છતાં પણ ફળના સંકલ્પને ત્યાગ કરવાથી અથવા તો બ્રહ્મના બોધથી સંન્યાસ થઈ શકતો નથી. કારણું કે (યાગ અથવા બ્રહ્મને બોધ) સ્વરૂપથીજ સાવધ છે. ૨૮
ટીકાઈ–વાગાદિક ક્રિયા ગિને વિષે આ લેક સંબંધી પુત્ર અને રાજ્યાદિકની પ્રાપ્તિ રૂ૫ ફળનો સંકલ્પ કર્યા વિના પણ સંન્યાસ એટલે મનની શદ્ધિ થતી નથી. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના હેતુ રૂપ બ્રહ્મને માત્ર જ્ઞાનથી જ સંન્યાસ થઈ શકતું નથી કારણ કે સ્વરૂ
Aho! Shrutgyanam