________________
પ્રબંધ.] અસગ્રહને ત્યાગ.
૨૮૧ ઉપર અને ચાંડાળ ઉપર સર્વત્ર તુલ્ય દષ્ટિવાળા હોય છે. પરંતુ ઐશ્વર્ય આદિ ભેદને ગ્રહણ કરનારા દેતા નથી. ૪૩.
કહેલા અર્થને હેતુપણે કરીને ઉપદેશ કરે છે– इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥४४॥ .
મૂલાર્થ—જેઓનું મન સમતાને વિષે રહેલું છે, તેઓએ આ જન્મને વિષે જ સંસારને જીત્યો છે. કારણ કે બ્રહ્મ એ નિર્દોષ અને સમરૂપ છે, તેથી તેઓ બ્રહ્મને વિષેજ રહેલા છે એમ જાણવું. ૪૪.
ટીકાર્થ-જે વેગીઓનું મન સમતાને વિષે રહેલું છે, તે મુનીધરોએ આ ભવને વિષે જ સમગ્ર સંસાર છો છે વશ કર્યો છે અથૉત્ સંસાર સમુદ્રને તરી ગયા છે. કારણ કે બ્રહ્મ એટલે સકલ ઉપાધિરહિત આત્મસ્વરૂપ તે નિર્દોષ એટલે રાગાદિક દેષના વિકારોથી વર્જિત-નિર્વિકાર છે અને સમ એટલે સર્વદા એકજ રૂપ છે. તેથી તે યોગીઓ પૂર્ણબ્રહ્મ સ્વરૂપને વિષે રહેલા છે. માટે મુમુક્ષુએ સમતાને વિષે જ સ્થિતિ કરવી એ અર્થ ફળીભૂત થયે એમ જાણવું. ૪૪.
ફરીથી પણ હેતુપણે જ ઉપદેશ આપે છે
न प्रहष्येत् प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् । - स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः॥४५॥
મૂલાર્થ–બ્રહ્મને વિષે રહેલા, સ્થિર બુદ્ધિવાળા અને રમેહરહિત બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પામીને હર્ષ પામતા નથી અને અનિષ્ટ વસ્તુ પામીને ઉદ્વેગ પામતા નથી. ૪૫.
ટીકાર્યસમ સ્વભાવ રૂપ બ્રહ્મ વિષે રહેલા, બ્રહ્મજ્ઞાની એટલે પૂર્વોક્ત લક્ષણવાળા શુદ્ધ આત્મરૂપ બ્રહ્મને જાણનારા, સ્થિર બુદ્ધિવાળા અને સર્વત્ર વ્યાહથી વર્જિત એવા પુરૂષ પ્રિય-અભીષ્ટ વસ્તુને પામીને હર્ષ પામતા નથી, તથા અપ્રિય-અનિષ્ટ વસ્તુ પામીને ઉદ્વિગ્ન ચિત્તવાળા થતા નથી. ૪૫.
હવે વ્યતિરેક સહિત હેતુવડે ઉપદેશ આપે છે–
अर्वाग्दशायां दोषाय वैषम्ये साम्यदर्शनम् । निरपेक्षमुनीनां तु रागद्वेषक्षयाय तत् ॥ ४६॥ મૂલાઈ—અવદશાને વિષે વિષમતામાં સમદષ્ટિ તે દેશને માટે
Aho ! Shrutgyanam