________________
પ્રબંધ T
અસગ્રહના ત્યાગ.
૯
જઈને તે “આ પૃથ્વી જેની હાય તે મને અનુજ્ઞા આપેા.” એમ ઓલીને શરીર ચિંતા કરી શૌચ કરી ઘેર આવતા હતા. તે જોઈને વૃક્ષના અધિષ્ઠાયક વ્યંતર તેનાપર દ્વેષથી ચિંતવવા લાગ્યો કે-“મારી અનુજ્ઞા લઇને આ વિશુક્ હમેશાં અશુચિ કરે છે, માટે હું તેને યુક્તિવડે ઢગીને શિક્ષા કરૂં.” એમ વિચારીને તેણે એકદા વિણને કહ્યું કે હે વિષ્ણુક ! વરદાન માગ
તારે આધીન છું. પરંતુ મને તારે નિરંતર કાર્ય કરવાની આજ્ઞા આપવી. જ્યારે મને કાંઈ પણ કામ બતાવીશ નહીં, ત્યારે હું તને હણીશ.” વણિકે તે વાત અંગીકાર કરી. પછી વણિકે તેને કામ બતાવ્યું, તે તેણે દૈવી શક્તિથી તત્કાળ કર્યું. અને ફરીથી કામ માગ્યું. વણિકે વિચાર્યું કેજે હું આને કામ નહીં બતાવું, તે તે મને હશે.' એમ વિચારીને તેણે કહ્યું કે હે દેવ ! વનમાંથી એક મોટા વાંસ લાવ.’ એટલે તરતજ તે વાંસ લાવ્યા. તેને વિણકે પેાતાના આંગણામાં ઉભે કરાવ્યા. પછી તેણે અંતરને કહ્યું કે “જ્યાં સુધી હું તને બીજું કાર્ય ન સોંપું, ત્યાં સુધી તારે આ વાંસપર ચડવું અને ઉતરવું-ચડઉતર કર્યા કરવું.” આ પ્રમાણે કહેવાથી પરાજય પામેલા વ્યંતર બોલ્યા કે−હું તારાથી જીતાયેા. માટે તારી જે ઇચ્છા હૈાય તે માગ.” આ પ્રમાણે તે વણિકે સૂક્ષ્મ વિચારવડે તે અંતરને વશ કર્યાં, તે જ પ્રમાણે યાગીએ સૂક્ષ્મ અર્થાના વિચાર કરીને મનને વશ કરવું.
કોઈ એક શ્રેણીના પુત્ર દેશાંતરે ગયા. તે પુત્રની ભાર્યા પતિના ચિરકાળના વિયોગથી કામાતુર થઈ, તેથી તેણીએ પેાતાની સખીને કહ્યું કે હું સખી ! કોઇક ચતુર પુરૂષને લાવી આપ. હવે હું ભાગવિલાસ વિના રહી શકું તેમ નથી.” સખીએ વિચાર્યું કે ‘જ્યારે આ મારીજ સહાયથી દુર્ગતિમાં જાય, ત્યારે તે મારા સખીપણાને ધિક્કાર છે.’ એમ વિચારીને તેણીએ તેણીના સસરાને કહ્યું કે-તમારી પુત્રવધૂ કામથી વ્યાકુળ થઈ છે, તેણીનું તમે ઉપાયથી રક્ષણ કરો.' શ્રેષ્ઠીએ કહ્યું-નિશ્ચિંત થા, હું ઉપાય કરીશ. તને પણ અવસરે ખબર પડશે.’ એમ કહીને શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયા. તેણે ક્રોધથી પોતાની ભાયોને કહ્યું કેવુરાંડ! આ સર્વ તે બગાડી નાંખ્યું. તને ઘર સાચવતાં જ આવડતું નથી.' તે સાંભળીને તે પણ ક્રોધથી બેલી કે-‘જેને આવડતું હાય, તેને સોંપા. મારૂં શું કામ છે?” ત્યારે શ્રેષ્ઠીએ પુત્રવધૂને કહ્યું કે હું પુત્રી! આનું હવે માત આવ્યું છે. પણ આ ઘર તેા તમારૂં છે. માટે તમારે જ કુરાળ બુદ્ધિથી ઘર સાચવવું.” એમ કહીને ઘરના સઘળેા કાર્યભાર તેણીનાપર નાંખ્યા. તેથી તે પુત્રવધૂ નિરંતર ઘરના કામકાજમાં ગુંથાયેલી રહેવાથી વખતસર શયન, ભેાજન વિગેરે પણ પામતી
Aho! Shrutgyanam