________________
૪૨
અધ્યાત્મસાર ભાષાંતર.
તે સાંભળીને કાઇ શંકા કરે છે.
ननु मोक्षेऽपि जन्यत्वाद्विनाशिनि भवस्थितिः । नैवं प्रध्वंसवत्तस्यानिधनत्वव्यवस्थितेः ॥ १३१ ॥
[ ચતુર્થ
મૂલાÑ—વિનાશના સ્વભાવવાળા આત્મા મેક્ષને વિષે ઉત્પન્ન થાય છે, તેથી તેની ફરીને સંસારમાં ઉત્પત્તિ થવી જોઇએ. તે પર સિદ્ધાન્તિ જવાબ આપે છે કે એમ નહીં થાય. કારણ કે પ્રધ્વંસની જેમ મેાક્ષ અવિનાશી છે, એવી વ્યવસ્થા છે. ૧૩૧.
ટીકાથે—કેઈ અન્ય દર્શની પૂછે છે કે તમારા દર્શનમાં મેાક્ષની ઉત્પત્તિ થાય છે, તેથી માક્ષ જન્ય (ઉત્પન્ન થવા લાયક) છે પણ સ્વાભાવિક નથી. તેથી મેાક્ષને વિષે પણ એટલે સિદ્ધિપદ પામ્યા છતાં પણ વિનાશના સ્વભાવવાળા આત્માને વિષે ફરીને પણ સંસારના નિવાસ પ્રાપ્ત થશે. કારણ કે મેાક્ષ જન્ય છે. જે જન્ય હોય તે અવશ્ય ઉત્પત્તિમાન હોય છે, અને જે ઉત્પત્તિધર્મવાળા હોય છે તે ઘટાદિકની જેમ અવરય નાશવંત હોય છે, માટે ફરીથી તેની સંસારની સ્થિાત સિદ્ધ થાય છે. આ પ્રમાણે બીજાની ઉક્તિ સાંભળીને સિદ્ધાન્તિ કહે છે કે હે ભદ્ર ! તું કહે છે તેમ નથી. કારણ કે તે મેાક્ષની અવિનાશિની વ્યવસ્થા છે, એટલે જેના નાશ જ નથી એવા અનિધનપણાની મર્યાદા છે. વળી મેક્ષમાં આયુષ્યના અભાવ છે. જેમ લાકડી વિગેરે વડે ઘટાદિકને પ્રÜસનાશ ઉત્પન્ન થાય છે તે જન્ય છે, તેપણુ તે સર્વદા ધ્વંસપણે જનાશપણે જ રહે છે. પણ ફરીને ઘટરૂપે ઉત્પન્ન થતા નથી, તે જ પ્રમાણે સિદ્ધને માટે પણ જાણવું. ૧૩૧.
ફરીને વાદી કહે છે કે કર્મના બંધનથી મૂકાયેલા આત્મા વૃદ્ધિને પામવા જોઇએ. તે શંકાની નિવૃત્તિ માટે કહે છે.-~~~
आकाशस्येव वैविक्त्या मुद्गरादेर्घदृक्षये ।
ज्ञानादेः कर्मणो नाशे नात्मनो जायतेऽधिकम् ॥ १३२ ॥ મૂલાઈ—મુદ્રાદિકવડે ઘટના નાશ થવાથી પૃથક્ષણાએ કરીને જેમ આકાશની વૃદ્ધિ થતી નથી, તેમ જ્ઞાનાદિકવડે કર્મના નાશ થવાથી પણ આત્માની વૃદ્ધિ થતી નથી. ૧૩૨.
ટીકાર્થ—જેમ મુગર-માઘરી તથા ઘણ, દંડ વિગેરેવર્ડ ઘટના નાશ કર્યાં છતાં પણ વિવિક્તપણાએ કરીને એટલે પૃથક્ષાએ કરીને આકારાના આવરણના અભાવ થવાથી કેવળ આકાશની જ ૫
Aho! Shrutgyanam