________________
પ્રબંધ ] સમકિત અધિકાર
મૂલાઈ–આ ત્રણ રત સંસારના હેતુરૂપ રાગાદિકના પ્રતિપક્ષ એટલે શત્રુરૂપ છે. માટે તે ત્રણ રત તે સંસારના વિપક્ષ-શત્રુરૂપ મોક્ષનું કારણ હેય એ વાત અત્યંત ઘટે છે-યુક્ત છે. ૧૪૧.
ટીકાર્થ–આ વાત અમારા જેવાની બુદ્ધિને પ્રત્યક્ષ તથા સર્વની જાણેલી છે કે સંસારના કારણે ભૂત રાગ એટલે પ્રીતિરૂપ અભિલાષ, દ્વેષ અને મેહ વિગેરે છે. તેના પ્રતિપક્ષરૂપ એટલે વિધવાળાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ત્રણરન છે. જે ભવના કારણરૂપ રાગાદિકના પ્રતિપક્ષી-વિરોધી હોય તે તેના વિપક્ષરૂપ એટલે સંસારના વિરોધરૂપ મોક્ષનાં કારણુ-સાધન અત્યંત ઘટે છે–યુક્ત છે. અને તેવા સ્વભાવવાળા ત્રણું રત જ છે, તે સિવાય બીજું કઈ નથી. ૧૪૧.
ફરીથી વાદી કહે છે. .
अथ रत्नत्रयप्राप्तेः प्राकर्मलघुता यथा। परतोऽपि तथैव स्यादिति किं तदपेक्षया ॥ १४२ ॥
મૂલાઈ–જેમ ત્રણ રનની પ્રાપ્તિ થયા પહેલાં કર્મની લઘુતા કઈ પણ અન્ય સાધનથી થાય છે, તે જ પ્રમાણે મેક્ષનું સાધન પણ બીજું જ કાંઈક થશે. માટે તે ત્રણ રતની જ અપેક્ષા શામાટે જોઈએ? ૧૪ર.
ટીકાઈ–જેમ એટલે આ દૃષ્ટાંત કરીને મોક્ષના સાધનને નિશ્ચય યુક્ત નથી. કે જેમ પૂર્વે કહેલા ત્રણ રતની પ્રાપ્તિ-લાભ થયા પહેલાં કર્મની લઘુતા-હાનિ અર્થાત અલ્પતા કેઈ પણ એટલે ત્રણ રત સિવાય બીજા કેઈ પણ સાધનવડે થાય છે. તે જ પ્રકારે આગળ ઉપર પણ મેક્ષનું સાધન બીજું જ કાંઈક થઈ શકશે. તેથી ત્રણ રનની અપેક્ષાની શી જરૂર છે ! કાંઈ જ નથી, ૧૪ર. - હવે તે વાદીને જવાબ આપે છે.–
नैवं यत्पूर्वसेवैव मृद्वी नो साधनक्रिया ।
सम्यक्त्वादिक्रिया तस्मात् दृढव शिवसाधने ॥ १४३॥ - મૂલાર્થ–પૂર્વ સેવા જ મેક્ષનું સાધન થઈ શકતી નથી. કારણ કે તે કમળ છે, તેથી તે મેક્ષ સાધનની ક્રિયા નથી. તેથી કરીને દઢ એવી સમ્યકત્વાદિક ક્રિયા જ મેક્ષ સાધનને વિષે સમર્થ છે. ૧૪૩.
ટીકાઈ–હે ભદ્ર! એ પ્રમાણે એટલે તારા કહેવા પ્રમાણે પૂર્વ સેવા જ એટલે ત્રણ રનની પ્રાપ્તિ થયા પહેલાં તે રતંત્રયની પ્રાપ્તિમાં હેતુરૂપ પ્રથમ સેવા અર્થત માર્ગનુસારિણી અને ગુણમાં ઉમુખ
Ahoy Shrutgyanam