________________
૪૩
પ્રબંધ.]
સમકિત અધિકાર છતા થાય છે, પણ તેમાં આવરણના અભાવને લીધે હાનિ કે વૃદ્ધિ થતી નથી. તે જ પ્રમાણે જ્ઞાન, ધ્યાન વિગેરેનું સેવન કરવાથી જ્ઞાનાવરયાદિક કર્મને નાશ થયે કેવળ આવરણ રહિતપણે ભિન્ન રૂપે આત્મા રહે છે. પણ તે આત્માનું અધિકપણું એટલે સર્વવ્યાપકપણુએ કરીને વિશાળપણું થતું નથી. ૧૩૨. - શંકાકર્મના પગલે સર્વત્ર લેકમાં વ્યાપને રહેલા છે. માટે તેના સંબંધથી આત્મા સૂકા હોય તે પણ અમુક્ત થશે. આ શ . કાને દૂર કરવા કહે છે–
न च कर्माणुसंबन्धान्मुक्तस्यापि न मुक्तता। योगानां बन्धहेतूनामपुनर्भवसंभवात् ॥ १३३ ॥
મૂલાઈ–કમના પરમાણુઓના સંબંધને લીધે સિદ્ધિ પામેલાને પણ મુક્તિ નથી, એવી શંકા કરવી નહીં. કારણકે બંધના હેતુ રૂપ ગોને પુનઃ ઉત્પત્તિને અસંભવ છે. ૧૩૩.
ટીકાર્ય–કમને યોગ્ય એવા પરમાણુઓની સાથે જે મુતનો સંબંધ-સ્પર્શ કરવાપણું છે તેથી સિદ્ધને પણ મેક્ષ નથી, એવી શંકા ન કરવી. કારણ કે બંધના મૂળ કારણ રૂપ યોગોને એટલે મન, વચન અને કાયાના વ્યાપારને ફરી ઉત્પત્તિનો સંભવ નથી. તેથી મુક્તિના જીવને સંસારની પ્રાપ્તિ થશે નહીં. ૧૩૩.
ફરીથી અનુમાન પ્રમાણુવડે મેલને સિદ્ધ કરે છે– सुखस्य तारतम्येन प्रकर्षस्यापि संभवात् । अनन्तसुखसंवित्तिर्मोक्षः सिध्यति निर्भयः॥१३४ ॥
મૂલાર્થ–સુખનું તરતમપણું હેવાથી પ્રકૃણ સુખને પણ સંભવ છે, તેથી કરીને જેમાં અનંત સુખનું જ્ઞાન થાય છે એ નિર્ભય મોક્ષ છે એમ સિદ્ધ થાય છે. ૧૩૪.
ટીકાર્થ–મેલ છે. કારણ કે સુખનું તરતમપણું એટલે જૂનાધિકપણું જોવામાં આવે છે તેથી. જે (વસ્તુ) તરતમવાળું હોય તે ઉત્કૃષ્ટ પણ હોય છે. જેમ ધનસહિત અને ધનરહિતપણું (ધનવાન અને કરિદ્ર) અને તે જ પ્રકારે તરતમતાવાળું સુખ છે. માટે તે સુખના પ્રકર્ષને એટલે સર્વથી અધિકપણુને પણ સંભવ છે, તેથી અનંત સુખનું જેમાં જ્ઞાન થાય છે એ મેક્ષ નિર્ભય-ભય રહિતપણે સિદ્ધ થાય છે. ૧૩૪.
Aho ! Shrutgyanam•