________________
પ્રબંધ.].
રસમક્તિ અધિકાર ટીકાર્થ-આ પૂર્વે કહેલી બંધ અને મેક્ષરૂપ વ્યવસ્થા-વસ્તુ સ્વરૂપને સ્થાપન કરવાની મર્યાદા ભવ્ય જીને વિષે એટલે જેનામાં મુક્તિ જવાની યોગ્યતાવાળે પારિણમિક ભાવ અનાદિ કાળથી છે, એવા જીને વિષે બીજ અને અંકુર વિગેરેના ન્યાયથી જાણવી, અને અભવ્ય એટલે ભવ્યના લક્ષણથી વિપરીત એવા જીને આશ્રીને તે છવકર્મને સંબંધ આત્મા અને આકાશના સંબંધની જેમ એટલે કે જેમ આત્માને ભવમાં તથા મેક્ષમાં સર્વત્ર આકાશની સાથે નિરંતર અવગાહનાને લીધે સંબંધ છે, તેમ અનાદિ અનંત એટલે આદિ અને અંત વિનાને છે. ૧૨૬.
અહીં કેઈ શંકા કરે કે-જીવપણું સમાન છતાં ભવ્ય અને અભવ્યને ભેદ શી રીતે થઈ શકે? આ શંકાનું નિવારણ કરવા કહે છે –
द्रव्यभावे समानेऽपि जीवाजीवत्वभेदवत् । जीवभावे समानेऽपि भव्याभव्यत्वयोर्भिदा ॥ १२७॥
મૂલાર્થ-જેમ દ્રવ્યપણું સમાન છતાં પણ જીવપણાને અને અજીવપણને ભેદ છે, તેમ જીવપણું સમાન છતાં પણ ભવ્યપણાને તથા અભવ્યપણને ભેદ છે. ૧૨૭.
ટીકાળું–હે ભદ્ર! જેમ દ્રવ્યપણું સમાન છતાં પણ એટલે સર્વ દ્રવ્યોને વિષે દ્રવ્યપણું તુલ્ય છે તે પણ તેમાં જીવ અને અજીવપણને ભેદ છે, જેમકે સર્વ દ્રવ્યોને વિષે દ્રવ્યપણું રહેલું છે, પણ જીવપણું તે માત્ર એક ચેતનરૂપ દ્રવ્યમાં જ રહેલું છે, અને અજીવપણું ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળ એ પાંચ દ્રવ્યમાં રહેલું છે. તે જ પ્રમાણે સર્વ જીવોમાં જીવપણું સમાનપણે રહેલું છે, તેપણ તેમને વિષે ભવ્યપણું અને અભવ્યપણું એવા ભેદ રહેલા છે. અર્થાત જેનામાં મોક્ષગમનની યોગ્યતા હોય તે ભવ્ય અને મોક્ષગમનની જેનામાં અયોગ્યતા હોય તે અભવ્ય, એ પ્રમાણે જેને વિષે ભેદ રહેલ છે. ૧૨૭.
અહીં કોઈ શંકા કરે કે-ભવ્યપણું એ જીવને સ્વાભાવિક ધર્મ છે તેને મિક્ષમાં નાશ થશે, માટે તે વિરોધ આવશે. આ શંકાને દૂર કરવા કહે છે –
स्वाभाविकं च भव्यत्वं कलशप्रागभाववत् । नाशकारणसाम्राज्याद्विनश्यन्न विरुध्यते ॥ १२८॥
Aho ! Shrutgyanam