________________
પ્રબંધ].
૧૬૯
સમકિત અધિકાર છે ય થતુર્થઃ વધારે
ત્રીજો પ્રબંધ કહી ગયા, હવે ચોથે પ્રબંધ કહે છે, તેને સંબંધ . આ પ્રમાણે છે–પૂર્વના (ત્રીજા) પ્રબંધમાં મમતાનો ત્યાગ, સમતાને
સ્વીકાર, અનુષ્ઠાનનો પ્રકાર અને મનની શુદ્ધિ કહી ગયા. તે મનશુદ્ધિ સમકિતવંતને જ પરમાર્થથી સફળ થાય છે, તેથી આ પ્રબંધમાં સમકિતની પ્રરૂપણ કરે છે. આ પ્રકારના સંબંધથી પ્રાપ્ત થયેલા સમકિતને આ પ્રથમ શ્લેક છે
मनःशुद्धिश्च सम्यक्त्वे सत्येव परमार्थतः ।। तद्विना मोहगो सा प्रत्यपायानुबन्धिनी ॥१॥
મૂલાર્થ–સમકિત હોય તે જ પરમાર્થથી મનશુદ્ધિ હોય છે તે મનશુદ્ધિ સમકિત રહિત હોય તો મેહગત અને પ્રત્યાયના સંબંધવાળી છે. ૧.
ટીકાઈ–પરમાર્થથી એટલે તાત્વિક રીતે મનની શુદ્ધિ-સભાવને ગ્રહણ કરનારી નિર્મળતા સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી જ થાય છે. સમકિતવિના તે મનશુદ્ધિ મેહગતિ–મેહમિશ્રિત એટલે અજ્ઞાનમિશ્રિત તથા પ્રત્યાયવાળી એટલે ગુણની હાનિના નિરંતર સંબંધવાળી અર્થાત વિપરીત ફળને આપનારી થાય છે. ૧.
સમકિત વિના કરેલી શુદ્ધ ક્રિયા પણ મેક્ષ આપવામાં અસમર્થ છે, તે કહે છે–
सम्यक्त्वसहिता एव शुद्धा दानादिकाः क्रियाः। तासां मोक्षफले प्रोक्ता यदस्य सहकारिता ॥२॥
મૂલાઈ દાનાદિક સર્વ ક્રિયાઓ સમકિત સહિત હોય તે જ તે શુદ્ધ છે; કારણ કે તે કિયાઓના મોક્ષરૂપી ફળમાં આ સમકિતનું સહકારીપણું છે. ૨.
ટીકા અભયદાન, સુપાત્રદાન, તથા તપ, શીલ વિગેરે સર્વ ક્રિયાઓ સમકિત સહિત એટલે આગળ કહેવામાં આવશે એવી શ્રદ્ધાપૂર્વક કરેલી હોય તે જ શુદ્ધ છે, એટલે પિતાનું કાર્ય કરવામાં સમર્થનિર્દોષ છે કારણ કે તે દાનાદિક ક્રિયાઓનું મોક્ષરૂપી ફળ આપવામાં
૨૨
Aho! Shrutgyanam