________________
પ્રબંધ.]
સમકિત અધિકાર વિના વર્તમાન જ્ઞાનના ક્ષણને છોડીને બીજા સર્વે ક્ષણે પિત પિતાની ઉત્પત્તિ થયા બાદ તરત જ નાશ પામ્યા છે, તેથી વાસનાનો સંકમ કેને વિષે થાય? કેઈને વિષે ન થાય. હ૩.
ક્ષણિજ્વાદમાં ફરીથી બીજું દૂષણ દેખાડે છે– कुर्वद्रूपविशेषे च न प्रवृत्तिने वाऽनुमा। अनिश्चयान्न वाऽध्यक्षं तथा चोदयतो जगौ ॥१४॥ મૂલાઈ–કપના વિશેષ વાળે આત્મા માનવાથી શુભાશુભ પ્રવૃત્તિ થશે નહીં, અનુમાન થશે નહીં અને નિશ્ચય નહીં હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ પણ રહેશે નહીં. તે બાબત ક્ષણિકવાદીને પ્રેરણા કરતાં સિદ્ધાન્તીએ નીચે પ્રમાણે કહ્યું છે.
કા–જે સમયે ઉત્પન્ન થશે તે જ સમયે સ્થિતિ હોય તે કુપ કહેવાય છે. તે કુર્વિદ્રપ જેને વિશેષ-વ્યક્ત છે એવા જીવને વિષે શુભાશુભ કર્મની પ્રવૃત્તિ અથવા વાસનાનો પ્રવાહ (પરંપરા) થશે નહીં. કેમકે પદાર્થની સ્થિતિ જ છે નહીં તેથી પ્રવૃત્તિ કેની થાય? અથવા અનુમા એટલે ગ7 લિંગ (ચિન્હ) જોયા પછી ના લિંગનું જ્ઞાન અર્થાત વ્યાપ્તિ સહિત પક્ષધર્મતાના જ્ઞાનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. જેમકે ધૂમનું જ્ઞાન થયા પછી “આ પર્વત પર અગ્નિ છે એવું અનુમાન ક્ષણિકમાં થશે નહીં. કેમકે પ્રવૃત્તિનું મૂળ કારણ હેવાથી સ્થિતિના અભાવને લીધે લિંગાદિકનું જ્ઞાન થવું જ અશકય છે. અથવા
આ આમજ છે એ નિશ્ચય નહીં હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ પણું ઘટશે નહીં. આ પ્રમાણે બૌદ્ધનું દર્શન ત્રણ દોષ રૂપી ગ્રહથી પ્રસાયેલું છે. વળી તે જ પ્રકારે ક્ષણિકવાદીને પ્રેરણું કરતા-તર્ક કરાવતા સિદ્ધાંતીએ નીચે પ્રમાણે કહ્યું છે. ૪.
न वैजात्यंविना तत्स्यान्न तस्मिन्ननुमा भवेत् । विना तेन न तत्सिद्धिर्नाध्यक्षं निश्चयं विना ॥ ९५ ॥
મૂલાઈ–તે કદ્રપ વિશેષવાળા જીવને વિષે વૈજાત્ય (વિશેષણ) વિના તેને પૂર્વ અનુભવેલાનું સ્મરણ થશે નહીં, તે સ્મરણ વિના અનુમાન થશે નહીં, અને તે અનુમાન વિના કુર્વિદ્રુપની સિદ્ધિ એટલે નિશ્ચય થશે નહીં, તથા નિશ્ચય વિના પ્રત્યક્ષ પ્રમાણ પણ થશે નહીં. ૫.
૧ જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હય, એ વ્યાપ્તિ કહેવાય છે.
Aho ! Shrutgyanam