________________
૨૩૬
અધ્યાત્મસાર ભાષાંતર.. [ચતુર્થનથી સંભવતે, કેમકે કર્તાને અભાવ છે; ઉત્પન્ન થયા પછી પણ સંભવત નથી, કેમકે શુદ્ધ ઉત્પન્ન થયેલા આત્માને પછીથી બંધ થવામાં કાંઈ પણ હેતુ નથી. હોય તો પણ અતિ પ્રસંગ દોષ આવે. તેમજ સાથે પણ બંધ સંભવતો નથી. કારણકે નિહંતુકની આપત્તિ આવે છે. ભાવાર્થ એ છે કે-આમાની પૂર્વે જે કર્મબંધ કહીએ તે તે સંભવતા નથી. કારણ કે તે વખત કર્તાને અભાવ છે, તથા જે કરાય તેનું નામ કર્મ એવી વ્યુત્પત્તિને પણ વિરોધ આવે છે. અને બંધને અભાવ થયે મોક્ષને પણ અભાવે જ છે. તથા આત્માની ઉત્પત્તિ થયા પછી કર્મ બંધ માનીએ તે પ્રથમ ઉત્પન્ન થયેલે આત્મા શુદ્ધ હોવાથી અને શુદ્ધને વિષે બંધના હેતુને અભાવ હોવાથી બંધ થઈ શકતે. નથી, અને તેથી પણ મેક્ષનો અભાવ થાય છે. તેમજ એકી વખતે પણ બંધ સંભવ નથી. કારણ કે જે આત્મા અને કર્મો એક વખતે ઉત્પન્ન થાય છે તેમાં કર્તા કોણ? અને બંધ કેને? સાથે ઉત્પન્ન થયેલા હોવાથી બંધક અને બંધનીય ભાવ ઘટતું નથી. માટે જે તેને બંધ જ ઘટતું નથી તે પછી અબદ્ધને મેક્ષને અભાવ છે. એ પ્રમાણે કર્મોના બંધની એટલે આત્માની સાથે કર્મના સંબંધની અવ્યવસ્થા અનુત્પત્તિ છે, તેથી મેક્ષ એવી વસ્તુ જ નથી. ૧૨૧. બીજી રીતે પણ મોક્ષને અસંભવ બતાવે છે. अनादिर्यदि संबन्ध इष्यते जीव कर्मणोः। तदानन्त्यान्न मोक्षः स्यात्तदात्माकाशयोगवत् ॥ १२२ ॥
મૂલાઈ—જે તમે જીવ અને કર્મને સંબંધ અનાદિ કહેશો, તે આત્મા અને આકાશના સંબંધની જેમ તે જીવ કર્મને સંબંધ અનંત થશે, એટલે તેથી પણ મોક્ષ સાબીત થશે નહીં. ૧૨૨.
કાર્ય–જે તમે જીવ એટલે શુદ્ધ ચૈતન્ય અને કર્મ એટલે તે જીવે કરેલા જ્ઞાનાવરણીયાદિક કર્મ તેને સંબંધ એટલે પરસ્પર મળી જવું તે અનાદિ છે એટલે કદાપિ પણ તે બધપ્રવાહની પ્રથમતા કાળથી કરાયેલી નથી; એમ કહેશો તે આત્મા અને આકાશના સંબંધની જેમ એટલે આત્મા અને આકાશનો સંબંધ જેમ અનાદિ હેવાથી અનંત પણ છે, તેમ આત્મા અને કર્મને સંગ પણ અનંતઅંત રહિત થશે અને તેમ થવાથી મોક્ષ-કર્મને અભાવ નહીં થાય. જેમ આત્મા અને આકાશન સંબંધ સર્વ કાળમાં સ્થિર રહે છે, તેમ જીવકર્મનો સંબંધ પણ અનાદિ હેવાથી સર્વ કાળે સ્થિર રહેશે. ૧૨૨.
Aho ! Shrutgyanam