________________
૨૨૮
અધ્યાત્મસાર ભાષાંતર ચતુર્થટીકાર્ય-કપિલના શિષ્ય જે આસૂર્યાદિક તેમના મતમાં તે આત્મા શુભાશુભ કર્મને કર્તા નથી, તથા તે પુણ્ય પાપ રૂ૫ ફળને ભક્તા- અનુભવ કરનાર પણ નથી. કેમકે તે આત્મા કિયા રહિત છે, પરંતુ તે બુદ્ધિ દ્વારાએ કર્તા ભોક્તા છે. તથા આ આત્મા માયાએ ઉત્પન્ન કરેલા બુદ્ધિ, અહંકાર વિગેરે ધર્મોને આધાર પણ નથી. પણ તે ધર્મોને જે આશ્રય (આધાર) છે, તે પરિણામવાળી એટલે બીજા સ્વભાવવાળી અર્થાત વિકારવાળી પ્રકૃતિ એટલે માયા જ છે. ૧૦૩.
તે પરિણામને જ કહે છેप्रथमः परिणामोऽस्या बुद्धिर्धर्माष्टकान्विता । ततोऽहंकारतन्मात्रेन्द्रियभूतोदयः क्रमात् ॥ १०४ ॥
મૂલાર્થ—ધર્માદિક આઠવડે યુક્ત એવી બુદ્ધિ એ આ પ્રકૃતિને પ્રથમ પરિણામ છે. તે બુદ્ધિ થકી અનુક્રમે અહંકાર, તન્માત્રા, ઇદ્રિ અને મહાભૂતની ઉત્પત્તિ થાય છે. ૧૦૪,
કીકાર્ય–આ પ્રકૃતિને એટલે અવિદ્યા (ભાય)ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, સાત્વિક, અધર્માદિ, ઇતર અને તામસ એ આઠવડે યુક્ત એવી બુદ્ધિ એટલે મહત્તત્ત્વ એ પ્રથમ પરિણામ-વિકાર છે. તે મહત્તવની ઉત્પત્તિ પછી અનુક્રમે અહંકાર-હું સુખી છું ઈત્યાદિક અભિમાન, તન્માત્રા-શબ્દાદિક પાંચ વિષયે, ઇદ્રિ-શ્રોત્રાદિક પાંચ જ્ઞાનેંદ્ધિ અને હસ્તાદિક પાંચ કર્મેઢિયે તથા પૃથ્વી વિગેરે પાંચ મહાભૂતની ઉત્પત્તિ થાય છે. ૧૦૪.
હવે તે ઉપર બતાવેલા પદાર્થોનું કાર્ય કહે છે – चिद्रूपः पुरुषो बुद्धेः सिद्ध्यै चैतन्यमानतः । सिद्धिस्तस्या अविषयाऽवच्छेदनियमान्वितः॥ १०५ ॥ મૂલાઈ–તે બુદ્ધિની સિદ્ધિને માટે ચૈતન્યના પ્રમાણુથી અવછેદના નિયમે કરીને યુક્ત ચૈતન્યરૂપ પુરૂષ છે, અન્યથા તેની સિદ્ધિ અવિષયવાળી છે. ૧૦૫.
ટીકાર્થ–બુદ્ધિની એટલે પૂર્વે કહેલા મહત્ત્વની સિદ્ધિને માટે એટલે વિષય ગ્રહણ કરવાની શક્તિ લાવવા માટે પુરૂષ-આત્મા છે. તે આત્મા શી રીતે તે બુદ્ધિની સિદ્ધિને માટે થાય? અને શાથી તેની સિદ્ધિ થાય? તે કહે છે-જ્ઞાનની ઈચ્છાના પ્રયન રૂપ ચૈતન્યના પ્રમાણથી અવછેદના નિયમે કરીને યુક્ત એટલે વિષયનું આટલાપણું
Aho ! Shrutgyanam